સાહેબ, અમે કોઈની હત્યા કર્યા વગર માનવભક્ષણ કર્યું છે!

ઉત્સવ

“હું માનવભક્ષી (કેનિબલ) છું અને માનવભક્ષી હોવાનો મને ગર્વ છે. માનવનું ભક્ષણ કરવું તે અમારી વંશપરંપરા છે અને મને લાંબો સમય માનવીનું માંસ ખાવા ન મળે તો ધૂરીઓ ચડવા માંડે છે. આ શબ્દો છે યુગાન્ડાના યુવાન સાન્ડે સેરવાદાના. એક કબ્રસ્તાનમાં પેશકદમી કરવાનો એના પર આરોપ મૂકવામાં આવ્યો ત્યારે યુગાન્ડાની લુવીરો કોર્ટ સમક્ષ આ રીતે એ પોતાનો બચાવ કરી રહ્યો હતો. “અમારા કુટુંબમાંથી આજ સુધીમાં કોઈએ કોઈનું ખૂન કર્યું નથી. તો સાન્ડેનું કુટુંબ ક્યાંથી માનવમાટી લઈ આવે છે? તેઓ કબ્રસ્તાનમાં જઈને કોઈની તાજી કબર ખોદીને મૃતદેહને બહાર કાઢી લે છે. તેઓને આમાં કશું ખોટું જણાતું નથી.
સાન્ડે કહે છે કે, “મૃતકના સગાં-વહાલાંની લાગણીને ધ્યાનમાં રાખીને અમે દફનક્રિયા બાદ એક સપ્તાહ જવા દઈએ છીએ. વળી ત્યારે તે માંસ વધારે મીઠું લાગે છે. આજ સુધીમાં હું સાત દેહ આરોગી ગયો છું. પણ મારો ભાઈ તો ડઝનબંધ ઝાપટી ગયો છે.” શેઠ નાનજી કાળીદાસ મહેતાની આત્મકથામાં આફ્રિકાના માનવભક્ષી લોકો સાથે થયેલા મુકાબલાની વાત આવે છે. એ કેનિબલ્સ તો જીવતા માણસને મારીને તેને ખાઈ જાય છે. પણ આ ઘોર ખોદનારાની વાત નવી છે. આવાં પ્રાણીઓને ઘોરખોદિયા કહે છે, પણ આ માનવીઓને શું કહીશું? ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.