કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કરી લીધો છે. સિનીએ અનેક ઇન્ટેલિજન્ટ અને બ્યૂટીફુલ કન્ટેસ્ટેન્ટને માત આપીને આ ખિતાબ પર પોતાનો કબજો જમાવ્યો છે. ફેમિના મિસ ઇન્ડિયા 2021 મનાસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2022 સિની શેટ્ટીને તાજ પહેરાવ્યો હતો.
રાજસ્થાનની રહેવાસી રૂબલ શેખાવત ફર્સ્ટ રનરઅપ રહી હતી, જયારે ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાન સેકન્ડ રનરઅપ બની હતી. અભિનેત્રી નેહા ધૂપિયા અને મલાઇકા અરોડા, અભિનેતા ડિનો મોરિયા, ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજ, ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના, કોરિયોગ્રાફર શ્યામક ડાવર સિલેકશન પેનલમાં સામેલ હતા.
સિની શેટ્ટી 21 વર્ષની છે. એનો જન્મ મુંબઈમાં જ થયો છે, પણ તે કર્ણાટકની રહેવાસી છે. સિનીએ અકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં બેચલર ડિગ્રી કરી છે. હાલમાં તે સીએફએનો એક પ્રોફેશનલ કોર્સ કરી રહી છે. સિનીએ ચાર વર્ષની ઉંમરમાં જ નૃત્ય કરવાનું શરૂ કરી દીધુ હતું. ચૌદ વર્ષની ઉંમરમાં તો સિનીએ અરંગત્રમ અને ભરતનાટ્યમ શીખી લીધુ હતું.