Homeફિલ્મી ફંડાઝુબિન નૌટિયાલ સીડી પરથી પડ્યા, માથા અને પાંસળીમાં થઇ ઈજા

ઝુબિન નૌટિયાલ સીડી પરથી પડ્યા, માથા અને પાંસળીમાં થઇ ઈજા

સિંગર ઝુબિન નૌટિયાલ ગુરુવારે પોતાના ઘરની સીડી પરથી પડી ગયા હતા. તેમની કોણી તૂટી ગઈ છે અને પાંસળીમાં ઈજા થઈ છે. આ સિવાય તેમને માથા અને કપાળ પર પણ ઈજાઓ થઈ છે. સિંગરને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ તેમના જમણા હાથનું ઓપરેશન કરવામાં આવશે. ડૉક્ટરે તેમને જમણા હાથનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
હાલમાં જ ઝુબિન નૌટિયાલનું ગીત તુ સામને આયે રિલીઝ થયું હતું. આ ગીત ગાયકે યોહાની સાથે ગાયું હતું. ગુરુવારે ગીતના લોન્ચિંગ સમયે નૌટિયાલ અને યોહાની સાથે જોવા મળ્યા હતા. આ પછી જ તેને ઈજા થઈ. સિંગર ઝુબિન નૌટિયાલે પોતાના ગીતોના આધારે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેના ગીતો ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. ચાહકો પણ ગાયકના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ઝુબિને પોતાની મહેનતથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. તેણે બેક ટુ બેક હિટ ગીતો પણ આપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular