Homeફિલ્મી ફંડાલોકપ્રિય અમેરિકન સિંગર એરોન કાર્ટરનું અવસાન, ડિપ્રેશનનો હતો શિકાર

લોકપ્રિય અમેરિકન સિંગર એરોન કાર્ટરનું અવસાન, ડિપ્રેશનનો હતો શિકાર

લોકપ્રિય અમેરિકન સિંગર, રેપર તથા એક્ટર એરોન કાર્ટરનું 34 વર્ષની ઉંમરમાં અવસાન થયું હોવાની માહિતી મળી રહી છે. કેલિફોર્નિયા સ્થિત તેના નિવાસસ્થાને બાથટબમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં કાર્ટરની લોકપ્રિયતા વધી હતી. તેનું ટીન મ્યુઝિક ચાહકોને ખૂબ જ ગમતું હતું. શનિવારના રોજ સવારે 11 વાગે એક વ્યક્તિ બાથટબમાં ડૂબી ગઈ હોવાનો ઇમર્જન્સી કૉલ આવ્યો હતો. ફોન આવતા જ હોમિસાઇડ ડિટેક્ટિવ લોસ એન્જલસ કાઉન્ટીના લંકેસ્ટર સ્થિત કાર્ટરના ઘરે આવ્યા હતા. આ કેસમાં હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી. કાર્ટરની ફિયાન્સી મેલની માર્ટિને પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. મેલનીએ કહ્યું હતું, ‘અમે આ દુર્ભાગ્યપૂર્ણ સમાચારને સ્વીકારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમારી પ્રાર્થના તથા સંવેદના માટે તમારો ખૂબ ખૂબ આભાર.’
કાર્ટરે અનેકવાર મેન્ટલ હેલ્થ સાથેના પોતાના સંઘર્ષની વાત જાહેરમાં કહી હતી. 2019માં સેલિબ્રિટી વેલનેસ ટીવી શો ‘ધ ડૉક્ટર્સ’માં તેણે દવાની ભરેલી બેગ બતાવીને કહ્યું હતું કે આ દવા મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર, સિઝોફ્રેનિયા, એન્ગ્ઝાયટીની જાણ થયા બાદ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી છે.
વર્ષ 2022માં કાર્ટરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, દીકરા પ્રિન્સની કસ્ટડીનો કેસ હાર્યા બાદ તે પાંચમીવાર રિહેબ સેન્ટરમાં છે. આ વખતે તે ગાંજો છોડવા માટે રિહેબ સેન્ટરમાં આવ્યો છે. તે હવે ગાંજો લેવા માગતો નથી અને તેને હવે ગાંજાની જરૂર નથી.
એરોનને 1990માં લોકપ્રિય બેન્ડ ‘બેકસ્ટ્રીટ બોય્ઝ’ના મેમ્બર નિક કાર્ટરના ભાઈ હોવાને કારણે લોકપ્રિયતા મળી હતી, પરંતુ પછી કાર્ટરે પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી. કાર્ટરે સાત વર્ષની ઉંમરથી પર્ફોર્મન્સ આપવાની શરૂઆત કરી હતી. નવ વર્ષની ઉંમરમાં કાર્ટરે ડેબ્યૂ આલ્બમ ‘એરોન કાર્ટર’ લૉન્ચ કર્યો હતો. આ આલ્બમ ઘણો જ લોકપ્રિય થયો હતો. વર્ષ 2000માં એરોનનો બીજો આલ્બમ ‘એરોન્સ પાર્ટી’ પણ ચાહકોને ઘણો જ ગમ્યો હતો. એરોને ‘બ્રોડવે મ્યૂઝિકલ’માં એક્ટિંગ પણ કરી હતી.

RELATED ARTICLES

Most Popular