સોશિયલ મીડિયા એ હવે વિચારોને વ્યક્ત કરવાનું કે નવા નવા આઈડિયાઝ લોન્ચ કરવાનું એવું સશક્ત માધ્યમ બની ગયું છે કે જેની કોઈ સીમા રહી નથી. જોકે, આ જ સોશિયલ મીડિયા પર ઘણી વખત એવા વીડિયો વાઈરલ થાય છે કે જે જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. પણ આજે આપણે અહીં વાત કરીશું એક અનોખા અને ટેક્નોલોજીનો કમાલ દેખાડી રહેલાં વીડિયોની. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને વીડિયોમાં ટ્રેનમાં વાપરવામાં આવેલી ટેક્નોલોજી જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
એવું કહેવાઈ રહ્યું છે વાઈરલ થઈ રહેલો આ વીડિયો સિંગાપોરનો છે અને ત્યાંની ટ્રેનમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે જો નજીકમાં ઘર દેખાતા હોય એવા વિસ્તારમાંથી જેવી ટ્રેન પસાર થાય છે તે તરત જ ટ્રેનના બારી અને દરવાજા પરના પડદા જાતે જ બંધ થઈ જાય છે. ટ્રેન નજીકથી પસાર થઈ રહી છે એને કારણે આજુબાજુના રહેવાસીઓને ત્રાસ ન થાય એવો આ ટેક્નોલોજી વાપરવા પાછળનો ઉદ્દેશ હોઈ શકે. આ ટેક્નોલોજી ખરેખર વખાણવાલાયક છે.
A train in Singapore with windows that automatically blind when passing residential blocks. pic.twitter.com/geGtxuKB4E
— Fascinating Footage (@FascinateFlix) January 11, 2023
નેટિઝન્સ આ વીડિયો પર ખૂબ જ અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે. દુનિયાભરના લોકોએ તેમના દેશમાં પ્રવાસ કરવા માટે તેમને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે કમેન્ટ્સ સેક્શનમાં શેયર કરીને સિંગાપોરની અદ્યતન ટેક્નોલોજીના ભરપેટ વખાણ કર્યા છે.