ગાવો વિશ્ર્વ માતરમ્ અર્થ: ગાય વિશ્ર્વની માતા છે, જનેતા છે

પુરુષ

પંચગવ્યનું પંચાંગ – પ્રફુલ કાટેલિયા

શરૂવાતમાં હું મારા સુજ્ઞ બુદ્ધિશાળી અને ઉચ્ચ અભ્યાસુઓને ચોખવટ કરિશ કે જે ગૌ,ગાય, અને ગૌમાતા ની માહિતી આપવા જઇ રહ્યો છું તે સમસ્ત વિશ્ર્વમાં એક માત્ર સમસ્ત ભારતમાં વસતી માથે શિંગડા, પીઠ ઉપર સૂર્યકેતું નાડી ધરાવતી ખુંધ અને ગળે શિવજીની જટા સમાન ઝાલર હોય તેની વાત કરી રહ્યો છું.
જર્શી, હોસ્ટિંન, કે તમારા મોબાઈલ, લેપટોપ અને બાળકો ની ચોપડી માં બતાવેલ કાઉ (COW) નહીં.
વિસ્તૃત જાણકારી મેળવ્યા મુજબ સદીઓ પહેલાં ભારતની ગૌમાંસનો સ્વાદ ચાખી ગયેલાં આરબ અને યુરોપ દેશમાં ખેતી લાયક જમીન અને આપણા અન્નદાતાઓ જેવી નિપુણતાનાં અભાવે તેઓ ફકત માંસાહાર ઉપર જંગલી પશુઓ સમાન જીવન જીવતાં, કાળ ક્રમે તેઓનાં પોલ્ટ્રી ફાર્મ, ગોટ અને પીગ DNA ફાર્મ દ્વારા ખવાતા માસ ની અછત સર્જાઈ હતી ત્યારે કહેવાતા અવળચંડા વિકૃત માનસિકતા ધરાવતા વૈજ્ઞાનિકો ઈશ્ર્વર રચિત જિવો નાં ઉગઅ સાથે છેડછાડ કરીને ભુંડ જે એક સાથે દસ બચ્ચાંઓ આપનાર અશુધ્ધ પશુ ને પવિત્ર ગૌમાતા ના DNAનો ઉપયોગ કરી ગાય જેટલું મોટું, એક સાથે દસ બચ્ચાં ની આશા એ લેબોરેરી દ્વારા જન્મ આપ્યો, સફળતા પણ મળી પરંતુ તેમને ગાયનાં સ્થાને ગાય જેવડું મોટું અને ભુંડ જેવું દસ બચ્ચાંઓ ને દૂધ પાઈ શકવા જેટલું સમર્થ પ્રાણી મળ્યું જેને તેઓ ત્યાં કાઉ COW નામ આપ્યું અને આજે પણ તેઓ સમસ્ત વિશ્ર્વ માં કાઉ નો પ્રચાર પ્રસાર માઘ્યમો દ્વારા કરવામાં આવે છે….
જે દેખાય છે ગાય જેવું પરંતુ ગૌમાતા નો એક રુંવાડા બરાબર પણ લક્ષણનો મેળ નથી ખાતો.
સમયાંતરે આ કાઉનાં દૂધ થકી જ્યારે અસંખ્ય કેન્સરનાં દર્દીઓનો વધારો થતાં કહેવાતી એડવાન્સ મેડિકલ ફસિલીટી ધરાવતાં દેશમાં લોકો ઘરે ઘરે કેન્સર પીડિતોની સંખ્યા વધવા લાગી, હૉસ્પિટલ માં જગ્યા ઓછી પડવા લાગી, ઇનસ્યોરંસ કંપનીઓ ડૂબવા લાગી ત્યારે ત્યાંની સરકાર સફાળી જાગી અને દેશનાં તમામ વૈજ્ઞાનીકો ને કારણ શોધવાં કામે લગાડવામાં આવ્યા, એક વર્ષમાં તમામ દૃષ્ટિકોણ તપાસવામાં આવતા બધાજ વૈજ્ઞાનીકો ના એક મત અનુસાર આ નવી ઉત્પન્ન કરેલ કાઉ COW નાં દૂધ, દહીં, ઘી, નાં સેવન ને જવાબદાર ગણાવ્યા. ત્યાર બાદ સરકારે તાત્કાલિક ધોરણે COWનાં બધાજ ઉત્પાદનો ઉપર કડક પ્રતિબંધિત પગલાં લેવામાં આવ્યાં. આમ તો તેઓ સમયસર સજાગ થઈને ચેતી ગયાં તેમને જોઇતું માંસ તો મળતું હતું પરંતુ ઢગલાબંધ દૂધનું શું કરવું તે પ્રશ્નનાં ઉકેલ રૂપે ત્યાં દૂધ માંથી પાવડર બનાવવાનાં પ્લાન્ટ સ્થાપિત કરી દીધાં.. અને એશિયા ના આમ સમૃદ્ધ પરંતુ ભ્રષ્ટતંત્રના ભોગે ગરીબ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા જેવાં દેશોમાં રીતસર દૂધનાં
પાવડરનું કેમ્પેન ચલાવ્યું, પરંતુ આટલી મોટી સંખ્યામાં પાવડર વેચવાનો નવો કીમિયો બનાવ્યો..,
છેલ્લાં દાયકાઓમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાંથી દક્ષિણ ભારતના એક નામનાં વિધાર્થીને દૂધમાં PhD થી સન્માનિત કરીને હંમેશ મુજબ તેમની ત્યાં નોકરી ન આપતાં ભારતમાં ડેરી ઉદ્યોગ ની સ્થાપના કરવા પ્રેરણા સાથે વર્લ્ડબેંક ની લોન અપાવી આણંદ જિલ્લામાં સરકાર ની મદદ થી ડેરી ની સ્થાપના કરી.. કાઉ પાવડર ની માર્કેટ ખુલ્લી કરી પરિણામે જે આપણાં બુઢિયાઓ, અને માતાઓ તપેલી માં દૂધ લેવાં જતાં તે ઇતિહાસ બની ગયો આજે ઘરે ઘરે વિવિઘ પ્રદેશોમાં સૌથી વધુ નફાકારક ધંધા સ્વરૂપે સ્થાનિક ડેરીઓનો પ્રવાહ વહેતો થયો….
આજની તારીખમાં તમે દેશની કોઈપણ ડેરીનાં સૂત્રધાર બીજું કોઈ નહીં ત્યાંના સ્થાનિક વગદાર જ મળશે….
આજ આપણું દૂર્ભાગ્ય કહો કે કમનસીબી મકોલે શિક્ષણ પદ્ધતિ આવ્યાં પછી બાળકોની ચોપડીમાંથી ગૌમાતાની જગ્યાએ કાઉ બતાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ફકત દૂધ માટે ઉલ્લેખ સિવાય બીજું કંઈ હોતું નથી.
જ્યારે સમસ્ત વિશ્ર્વમાં એકમાત્ર… જે આપણને આપણા દેવતાઓ એને અસુરો દ્વારા સમુદ્ર મંથન કરીને નવ રત્નોમાંથી એક *ગૌમાતા, કામધેનુ* પ્રાપ્ત થયા અને આ જગત જનની ગૌમાતા વિશે દરિયા જેવું વિશાળ વ્યક્તિત્વ અને વિશેષતાઓ જેટલું જાણીએ શીખીએ તેટલું ઓછું પડે….

2 thoughts on “ગાવો વિશ્ર્વ માતરમ્ અર્થ: ગાય વિશ્ર્વની માતા છે, જનેતા છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.