મલયેશિયા ઓપનમાં સિંધુ, કશ્યપની જીત: સાયનાનો પરાજય

દેશ વિદેશ

કુઆલાલંપુર: મલયેશિયા ઓપન સુપર ૭૫૦ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા બેડમિન્ટનની બે દિગ્ગજ ખેલાડીઓ પીવી સિંધુ બીજા રાઉન્ડમાં આગળ વધી હતી અને સાયના નેહવાલ બુધવારે અહીં તેની પ્રથમ મેચ હાર્યા બાદ બહાર નીકળી ગઈ હતી.
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન સિંધુએ શાનદાર પ્રદર્શન કરીને થાઈલેન્ડની વિશ્ર્વ નંબર-૧૦ પોર્નપાવી ચોચુવોંગને ૨૧-૧૩, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો, પરંતુ લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈના વિશ્ર્વમાં ૩૩મા ક્રમે રહેલી અમેરિકન આઈરિસ વાંગ સામે ૧૧-૨૧, ૧૭-૨૧થી હારી ગઇ હતી.
ભૂતપૂર્વ કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન પારુપલ્લી કશ્યપે પણ ઈજામાંથી સકારાત્મક વાપસી
કરી હતી અને તેણે કોરિયાના હીઓ ક્વાંગ હી સામે ૨૧-૧૨, ૨૧-૧૭થી વિજય
મેળવીને મેન્સ સિંગલ્સમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
સાતમી ક્રમાંકિત સિંધુ હવે પછી થાઈલેન્ડની ૨૧ વર્ષીય ફિતાયાપોર્ન ચાઈવાન સામે ટકરાશે જેણે વિશ્ર્વ જુનિયર રેન્કિંગમાં નંબર-વન રેન્કિંગ મેળવ્યું હતું અને તે બેંગકોકમાં ઉબેર કપમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ટીમનો પણ ભાગ હતી.
વિશ્ર્વમાં ૩૯માં ક્રમાંકિત કશ્યપનો મુકાબલો થાઈલેન્ડના કુનલાવત વિટિદસર્ન સામે થશે, જેણે માર્ચમાં જર્મન ઓપન સુપર ૩૦૦ જીતી
હતી. (પીટીઆઇ) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.