Homeટોપ ન્યૂઝશ્રદ્ધા મર્ડર કેસે દહેરાદૂનના 'ડીપ ફ્રીઝર હત્યાકાંડ' અપાવી યાદ, જાણો શું કર્યું...

શ્રદ્ધા મર્ડર કેસે દહેરાદૂનના ‘ડીપ ફ્રીઝર હત્યાકાંડ’ અપાવી યાદ, જાણો શું કર્યું હતું આરોપીએ

દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસે 12 વર્ષ પહેલા દહેરાદૂનના ડીપ ફ્રીઝર હત્યાકાંડની યાદ અપાવી છે, જ્યાં એક સોફ્ટવેર એન્જિનિયર રાજેશ ગુલાટીએ હેવાનિયતની હદો પાર કરીને પત્ની અનુપમા ગુલાટીની હત્યા કરીને તેના મૃતદેહના 72 ટુકડા કર્યા હતાં અને તેને ડીપ ફ્રીઝરમાં રાખી દીધા હતાં. બહેનની કોઈ ખબર ન મળતાં અનુપમાના ખબરઅંતર પૂછવા તેનો ભાઈ ઘરે પહોંચ્યો ત્યારે આ હત્યાકાંડનો ખુલાસો થયો હતો અને આરોપી રાજેશ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.


રાજેશ ગુલાટી અને અનુપમાએ 1999માં લવ મેરેજ કર્યા હતાં અને તેઓ દહેરાદૂનના પ્રકાશનગરમાં બાળકો સાથે રહેતા હતાં. બંને 2000માં અમેરિકા જતા રહ્યા હતાં. છ વર્ષ બાદ પાછા દહેરાદૂન આવી ગયા હતાં. બંને વચ્ચે છાશવારે ઝઘડા થતાં હતા. હત્યાના દિવસે ઝઘડા પછી બેડનો ખુણો અનુપમાના માથા પર લાગ્યો હતો અને પછી રાજેશે તેનું મોં ઓશિકા વડે બંધ કરીને તેની હત્યા કરી નાંખી હતી.
કહેવાઈ રહ્યું છે કે એક હોલીવૂડ મૂવી જોતી વખતે રાજેશને અનુપમાની હત્યાનો વિચાર આવ્યો હતો. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે લવ મેરેજનો અંજામ આટલો કરુણ હશે. અપરાધને છુપાવવા માટે રાજેશે એક ડીપ ફ્રીઝર ખરીદ્યું અને અનુપમાના મૃતદેહને તેમાં રાખી દીધો હતો. જ્યારે તે બરફમાં જામી ગયો ત્યારે સ્ટોન કટર વડે અનુપમાના શરીરના ટુકડા કરી નાંખ્યા હતાં અને ધીરે ધીરે મસૂરીના જંગલમાં ફેંકતો હતો.
વર્ષ 2017માં દહેરાદૂન ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે આરોપી રાજેશને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી અને 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

RELATED ARTICLES

Most Popular