Homeવેપાર વાણિજ્યચાંદી ₹ ૮૭૮ના ઉછાળા સાથે ₹ ૬૯,૨૨૭ની સપાટી વટાવી ગઇ, રૂપિયો...

ચાંદી ₹ ૮૭૮ના ઉછાળા સાથે ₹ ૬૯,૨૨૭ની સપાટી વટાવી ગઇ, રૂપિયો ગબડ્યો

મુંબઇ: ચીનમાં કોરોના ફરી વકર્યો હોવાના અહેવાલ વચ્ચે એક તરફ ઇક્વિટી બજારમાં વેચવાલી વધી હતી ત્યારે સોનામાં સેફ હેવન ડીમાન્ડ વધવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. ઓદ્યોગિક માગના ટેકે ચાંદીમાં પણ સુધારો રહ્યો હતો. એશિયાઇ સમય અનુસાર કોમેક્સ સ્પોટ ગોલ્ડ પોઝિટીવ ટોન સાથે ખૂલ્યું હતું. ગોલ્ડમાં ઔંશદીઠ ૧૮૪૩ ડોલર અને સિલ્વરમાં ૨૪.૩૭ ડોલર પ્રતિ ઔંશનો ભાવ બોલાતો હતો.
સ્થાનિક સ્તરે સોનામાં સુધારો હતો અને ચાંદી રૂ. ૮૭૮ના ઉછાળા સાથે રૂ. ૬૯,૨૨૭ની સપાટી વટાવી ગઇ. જોકે, અમેરિકન ચલણ સામે રૂપિયો ગબડ્યો હતો. વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલરની મજબૂતીને કારણે રૂપિયો ગબડ્યો હતો. ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ડોલર સામે આઠ પૈસા તૂટીને ૮૨.૮૬ બોલાયો હતો.
ઝવેરી બજાર ખાતે ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૫૧૬૩ના પાછલા બંધ સામે રૂ. ૫૫૭૦૨ની સપાટીએ ખૂલીને અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૮ના સુધારા સાથે રૂ. ૫૫૫૮૧ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે ૯૯૫ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૪૯૪૨ના પાછલા બંધ સામે રૂ. ૫૫૪૭૯ની સપાટીએ ખૂલીને અંતે ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૭ના સુધારા સાથે રૂ. ૫૫૩૫૯ની સપાટીએ પહોંચ્યું હતું.
સોનાની પાછળ ચાંદીમાં પણ લેવાલીનો ટેકો મળતાં .૯૯૯ ટચની શુદ્ધ ચાંદીનો ભાવ રૂ. ૬૮,૩૪૯ પ્રતિ કિલોના પાછલા બંધ સામે રૂ. ૬૯,૬૫૯ની સપાટીએ ખૂલીને અંતે રૂ. ૮૭૮ના ઉછાળા સાથે અંતે રૂ. ૬૯,૨૨૭ની સપાટીએ સ્થિર થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular