ચાંદીમાં ૨૫૧૦નો જોરદાર ઉછાળો, સોનાએ ૫૭,૬૦૦ની સપાટી વટાવી

28
Gold and Silver Price Update
Gold and Silver

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઝવેરી બજારમાં જોરદાર તેજીનો રંગ જોવા મળ્યો છે. હાજર ચાંદીમાં ૨૫૧૦નો જોરદાર ઉછાળો નોંધાયો છે, જ્યારે સોનાએ ૫૭,૬૦૦ની સપાટી વટાવી નાંખી છે. જોકે, ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે ૨૬ પૈસા નબળો પડયો હતો. અમેરિકામાં સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક બાદ અન્ય બેન્કો ફડચામાં જઇ રહી હોવાના અહેવાલો બાદ ફેડરલ રિઝર્વ વ્યાજદરપના વધારા બાબતે હળવું વલણ અપનાવશે એવી આશા વચ્ચે વૈશ્વિક બુલિયન બજારમાં તેજીવનો પવન ફૂંકાયો હતો અને ગોલ્ડ ૧૯૦૦ ડોલર પાર કરી ગયું હતું. હાજર ચાંદી એક કિલો દીઠ રૂ. ૨૫૧૦ના ઉછાળા સાથે રૂ. ૬૬,૧૭૬ની સપાટીએ પહોંચી છે, જ્યારે ૯૯૯ ટચનું શુદ્ધ સોનું ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૩૭ના ઉછાળા સાથે રૂ. ૫૭,૬૦૫ની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે આંતરબેન્કિંગ વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલરની મજબૂતી અને સ્થાનિક ઇક્વિટી બજારમાંથી વિદેશી સંસ્થાઓની વેચવાલીને કારણે અમેરિકન ચલણ સામે રૂપિયો ૨૬ નબળો પડીને ૮૨.૪૯ બોલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!