મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાત પૈસા નરમ પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. એકનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ અમે માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૪૮ ઘટી આવ્યા હતા. આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં સોનામાં એકંદરે રોકાણકારો, સ્ટોકિસ્ટો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી. તેમ છતાં રૂપિયામાં નરમાઈને કારણે ભાવ ગઈકાલના બંધથી સાધારણ રૂ. એકના વધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૨૫૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૨,૪૬૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૪૮ ઘટીને રૂ. ૫૮,૩૫૨ના મથાળે રહ્યા હતા.

Google search engine