કોરોના નેગેટિવ થયાં બિગ બી! શરૂ કર્યું KBCનું શૂટિંગ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ 23 ઓગસ્ટના રોજ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ તેઓ ક્વોરન્ટાઈન થયાં હતાં. હવે ખબર મળી છે કે નવ દિવસ બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્ય છે અને આ અંગેની જાણકારી બિગ બીએ પોતે જ પોતાના પર્સનલ બ્લોગ પર ચાહકોને આપી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે સાજા થયા બાદ તેમણે કૌન બનેગા કરોડપતિ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

બ્લોગમાં બિગ બીએ લખ્યું હતું કે, કામે પાછો આવી ગયો છું. આપ સર્વેની પ્રાર્થનાઓ માટે શુક્રિયા. ગઈ કાલે રાત્રે મારો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે. નવ દિવસ સુધી મેં પોતાને આઈસોલેટ રાખ્યો હતો. આપ સર્વેને મારો પ્રેમ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.