અગલા નંબર બાપૂ કા…! મૂસેવાલા મર્ડર કેસમાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન, સિંગરના પિતાને મળી મારી નાંખવાની ધમકી

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

સિંગર સિદ્ધુ મુસેવાલાના પિતાને મારી નાંખવાનીવ ધમકી એક પોસ્ટના માધ્યમથી મળી છે. મૂસેવાલાના પિતાએ જણાવ્યાનુસાર સિંગરના કેટલાક દોસ્તોએ કહ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનથી એક પોસ્ટ કરવામાં આવી છે એ પોસ્ટમાં આ ધમકી આપવામાં આવી છે.
ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે અગલા નંબર બાપૂ કા… મૂસેવાલાના પિતાએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી અને હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ તમામ મામલામાં પાકિસ્તાની એન્ગલની એન્ટ્રી મોટી વાત છે. પહેલા કરવામાં આવેલી તપાસ દરમિયાન ગેંગ્સટર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ સુધી કેસ સિમિત હતો, પરંતુ આ કેસમાં મળી આવેલું પાકિસ્તાન કનેક્શન કેસને વધુ જટિલ બનાવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અટારી બોર્ડર એન્કાઉન્ટરમાં પંજાબ પોલીસે સિંગના બંને હત્યારાને મારી નાંખ્યા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.