7 જૂન પહેલા તમામ VIPsની સુરક્ષા પાછી ગોઠવી દો,

ટૉપ ન્યૂઝ

મુસેવાલાની હત્યા બાદ હાઈકોર્ટનો પંજાબ સરકારને આદેશ

પંજાબની AAP સરકારને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે એક મોટો ઝટકો આપ્યો છે. કેટલાક દિવસ પહેલા પંજાબની આપ સરકારે 424 VIP લોકોની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ લોકપ્રિય પંજાબી સિંગર સિંગર સિદ્ધુ મૂસેવાલાની કરપીણ હત્યા થઈ હતી. ત્યારબાદ પંજાબ એન્ડ હરિયાણા હાઈ કોર્ટમાં સુરક્ષા હટાવવાના વિરોધમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને કોર્ટે પંજાબની ભગવંત માન સરકારને સાત જૂન પહેલા 424 VIP લોકોને સુરક્ષા પાછી આપવામાં આવે એવો આદેશ આપ્યો છે.

Read more: મુંબઈગરા રસ્તા પર પડેલા ખાડાની ફરિયાદ કરી શકશે! ૨૪થી ૪૮ કલાકમાં ખાડા પૂરવાનો Bmcનો દાવો

ઉલ્લેખનીય છે ભગવંત માન સરકારે 424 હસ્તીઓની સુરક્ષા હટાવી હતી જે મુદ્દે મોટી બબાલ થઈ હતી. સુરક્ષા હટાવ્યાંના બીજા દિવસે પંજાબ સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા થઈ હતી. તેમની સુરક્ષા હટાવાઈ તેના બીજા દિવસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરારની ગેંગે તેમની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.