પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની 9Sidhu Moose Wala) હત્યા બાદ પંજાબ પોલીસ(Punjab police) બિશ્નોઈ ગેંગ એક પછી એક સભ્યોને પકડી રહી છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપીઓ સામે હવે વિદેશમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોરેન્સ બિશ્નોઈના સંબંધી સચિન બિશ્નોઈની અઝરબૈજાનમાં ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે સચિન બિશ્નોઈને પંજાબી ગાયક મુસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ છે. સચિન બિશ્નોઈ લોરેન્સ બિશ્નોઈનો ભત્રીજો હોવાનું કહેવાય છે.
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી સચિન બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈ હત્યા પહેલા જ નકલી પાસપોર્ટ બનાવી વિદેશ ભાગી ગયા હતા. સચિનને અઝરબૈજાનમાંથી પકડી પાડવામાં આવ્યો છે. ત્યારે ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલનું લોકેશન પણ કેન્યામાં મળી આવ્યું છે.
પંજાબ પોલીસે વિદેશ મંત્રાલય સાથે મળીને સચિન બિશ્નોઈને ભારત લાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સચિને દાવો કર્યો હતો કે તેણે પંજાબી ગાયબ મુસેવાલાની હત્યા કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અનમોલ બિશ્નોઈના અમેરિકા જવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ હાલ તે કેન્યામાં હોવાની શંકા છે.
સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી સચિન વિશ્નોઈનો નકલી પાસપોર્ટ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારના એક સરનામે બનાવવામાં આવ્યો હતો. આ નકલી પાસપોર્ટમાં સચિન બિશ્નોઈનું નકલી નામ તિલક રાજ ટુટેજા, પિતાનું નામ ભીમ સિંહ, મકાન નંબર 330, બ્લોક એફ-3, સંગમ વિહાર નવી દિલ્હી 110062 લખવામાં આવ્યું છે.
પંજાબ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર સાથે સચિન બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈની સાથે પણ મૂઝવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ છે. ગેંગસ્ટર સચિન બિશ્નોઈએ અગાઉ મૂઝવાલાની હત્યાની જવાબદારી લીધી હતી અને ત્યારથી તે ફરાર હતો. નોંધનીય છે કે આ વર્ષે 29 મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની માનસાના જવાહરકે ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Google search engine