40 વર્ષની ઉંમરે જ્યારે આ સ્ટારે એકાએક ફાની દુનિયાને કહ્યું હતું અલવિદા!

ફિલ્મી ફંડા

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુને એક વર્ષ થઈ ગયું છે અને તેમની પ્રથમ પુણ્યતિથિ પર પરિવારથી લઈને ચાહકો તેમને યાદ કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બિગ બોસ 13 ના વિજેતા અને સ્ટાર ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા દરેકના ફેવરિટ સ્ટાર્સમાંના એક હતા. ગયા વર્ષે 2 સપ્ટેમ્બરે હાર્ટએટેક આવ્યા બાદ 40 વર્ષની ઉંમરે તેઓએ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમના મૃત્યુના સમાચારથી માતા, પરિવાર, પ્રેયસી શહનાઝ ગિલ, તેમજ લાખો ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા. અને ઘણા લોકોના હોસ્પિટલમાં દાખલ હોવાના સમાચાર પણ આવવા લાગ્યા હતા.

સિદ્ધાર્થના ચાહકો તેને ઘણા કારણોસર પ્રેમ કરતા હતા. તેના કૂલ વલણથી લઈને સરળ સ્વભાવ અને મોહક વ્યક્તિત્વને લોકો ખૂબ પસંદ કરતા હતા.

રિયાલિટી શો બીગ બોસ-13માં સિદ્ધાર્થ શુક્લાની અભિનેત્રી શહનાઝ ગિલ સાથે મિત્રતા થઇ હતી. તેમની આ મિત્રતાએ ચાહકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. સિદ્ધાર્થ અને શહનાઝને ચાહકોએ સિડનાઝ ફેન્સ તરીકે નામ આપ્યું હતું. શહેનાઝ હંમેશા સિદ્ધાર્થ માટે પોતાની લાગણી વ્યક્ત કરતી હતી, પરંતુ સિદ હંમેશા સનાને પોતાની સારી મિત્ર કહેતો હતો.

બંને મીડિયા સામે તેમની લવ લાઈફ વિશે વાત કરવાનું ટાળતા હતા. પરંતુ તે હંમેશા તેની મિત્રતા અને મજબૂત બોન્ડિંગ વિશે ખુલીને વાત કરતો જોવા મળ્યો હતો. ભલે આજે સિદ્ધાર્થ આપણી સાથે નથી, પરંતુ આજે પણ તેની અને શહનાઝની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવે છે.

સિદ્ધાર્થના પરિવારમાં તેની માતા રીટા અને બે બહેનો છે. અભિનેતાની પ્રથમ પુણ્યતિથિની પૂર્વસંધ્યાએ, તેની માતા રીટા શુક્લા અને બહેનો સહિત તેના પરિવારના સભ્યો બ્રહ્મા કુમારીઓ સાથે પ્રાર્થના સભા માટે એકઠા થયા હતા. નોંધનીય છે કે સિદ્ધાર્થ, બ્રહ્મા કુમારીઓના પ્રખર અનુયાયી હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.