બોલિવૂડના ‘શેરશાહ’ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે તાજેતરમાં એવી માહિતી મળી છે કે આ સ્ટાર કપલે લગ્નનું સ્થળ નક્કી કરી નાંખ્યું છે. ફિલ્મી કાનાફૂસી દ્વારા મળી રહેલી માહિતી અનુસાર કિયારા અને સિદ્ધાર્થના લગ્ન દિલ્હીમાં થવાના હતાં, પરંતુ હવે તેઓ ચંદીગઢમાં લગ્ન કરશે. આ સાથે લગ્નમાં ઉપસ્થિત રહેનારા મહેમાનોની યાદી પણ સામે આવી છે, જેમાં પહેલું નામ કરન જોહરનું છે. આ સિવાય વિકી કૌશલ, કેટરિના કૈફ, વરુણ ધવન, જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહને પણ આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે સિદ્ધાર્થ કે કિયારાએ આ વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા ‘સત્યપ્રેમ કી કહાની’ અને ‘RC15’ ફિલ્મમાં જોવા મળશે અને સિદ્ધાર્થ રોહિત શેટ્ટીની ‘મિશન મજનૂ’ અને ‘યોદ્ધા’માં જોવા મળશે.
સિદ્ધાર્થ-કિયારાનું લગ્નસ્થળ થયું ફાઈનલ, જાણો લગ્નમાં કોણ આપશે હાજરી
RELATED ARTICLES