વર્ષ 2022માં બોલીવૂડમાં અનેક ફિલ્મસ્ટારના લગ્ન થવાની સાથે ઘરે નવા મહેમાનની પધરામણી થઈ છે. આગામી વર્ષે વધુ સારા સમાચાર મળશે, જેમાં સૌથી પહેલા લગ્નના તાંતણે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ બંધાઈ શકે છે, એવું ફિલ્મી વર્તુળોએ જણાવ્યું હતું.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને લગ્ન કરવા મુદ્દે અનેક વખત લખાઈ ચૂક્યું છે ત્યારે હવે ફાઈનલી કહેવાઈ રહ્યું છે કે બંને લવબર્ડ્સ ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે અને તેના માટે અત્યારથી સેરેમની ગેસ્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
સૂત્રોનું માનીએ તો હવે તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને છઠ્ઠી ફેબ્રુઆરી, 2023માં લગ્ન કરશે. મેંહદી, હલ્દીથી લઈને મ્યુઝિક પ્રોગ્રામ તૈયાર છે, જ્યારે પ્રી-વેડિંગ ફંક્શન ચોથી-પાંચમી ફેબ્રુઆરીના યોજવામાં આવશે. હાલના તબક્કે લગ્નસ્થળ નક્કી નથી, પરંતુ તેના માટે રાજસ્થાનના જૈસલમેર પૈલેસની હોટલ પર પસંદગીની મહોર મારી શકાય છે.
Wedding Bells! આ તારીખે કિયારા-સિદ્ધાર્થના લગ્ન નક્કી?
RELATED ARTICLES