બોલીવૂડમાં અત્યારે ફક્ત કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે, જ્યારે સોશિયલ મીડિયા પર પણ શેરશાહ દંપતીના ફોટોગ્રાફ-વીડિયોની રાહ જોવામાં આવી છે. આ દંપતીના ફોટોગ્રાફની રાહ જોવામાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં કિયારા અડવાણીની હમશકલનો એક વીડિયો જોરદાર વાઈરલ થયો છે. સિમ્પલ સાડીમાં જોવા મળતી કિયારાની હમશકલ પર લાખો ચાહકો આફરીન પોકારી ઉઠ્યા છે.
આ વીડિયોને જોઈને લોકો કિયારા અડવાણીની કાર્બન કોપી હોવાનું જણાવ્યું હતું. અઠવાડિયા પહેલા શેર કરેલા વીડિયો અને ફોટોગ્રાફમાં કિયારાની હમશકલ ગ્રીન કલરની સાડીમાં જોવા મળે છે. 30મી જાન્યુઆરીના શેર કરેલા વીડિયોને હજારો લોકોએ લાઈક કરી છે. અલબત્ત, કિયારા અડવાણીની હમશકલ અશ્વૈર્યા સિંહ ધારગોટરા નામ છે અને તેના બાયોડેટા અનુસાર તે ડેન્ટિસ્ટ છે. એના અગાઉ ઐશ્વર્યાએ રિલ શેર કરી હતી, જેમાં અનેક યૂઝર્સે કિયારાની હૂબહૂ કોપી ગણાવી હતી, જ્યારે બીજા યૂઝરે લખ્યું હતું કે કિયારા અડવાણીની કાર્બન કોપી. અહીં એ વાત જણાવી દઈએ કે ઐશ્વર્યા સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઈન્સ્ટાગ્રામની સૌથી મોટી યૂઝર છે અને તેના લાખો ફોલોઅર પણ છે. સોશિયલ મીડિયા પર પણ હંમેશાં સક્રિય રહે છે અને હંમેશાં કિયારા અડવાણીની નકલ કરતા વીડિયો, રીલ અને ફોટોગ્રાફ શેર કરવાનું ચૂકતી નથી. એટલું જ નહીં, તેની વ્યક્તિગત લાઈફને શેર કરવાથી હંમેશાં ચર્ચામાં રહે છે.