સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા અમિત શાહને મળ્યા, ગૃહ પ્રધાને ગાયકના નિધન પર શોક વ્યક્ત કર્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના માતા-પિતા આજે ચંદીગઢમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવુક થઈ ગયા હતા. 10 થી 15 મિનિટ સુધી ચાલેલી આ બેઠક દરમિયાન મુસેવાલાના પરિવારજનોએ ગૃહપ્રધાન પાસે હત્યા કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. તેજ સમયે, ગૃહમંત્રીએ સિંગરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પંજાબના માનસામાં 29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની (28) અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે મૂસેવાલા માટે સુરક્ષા ઘટાડ્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. આ હુમલામાં મુસેવાલા સાથે તેનો પિતરાઈ ભાઈ અને એક મિત્ર પણ ઘાયલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, સિંગર મુસેવાલા હત્યા કેસમાં હજુ સુધી કોઈ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી નથી. પંજાબથી લઈને દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ સુધીના આ હાઈપ્રોફાઈલ મર્ડર કનેક્શનમાં કેનેડા પણ સામે આવ્યું છે. સિદ્ધુ મુસેવાલાની હત્યામાં વપરાયેલી કાર પોલીસે કબજે કરી લીધી છે. ઉત્તરાખંડમાંથી ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, જેમના પર હથિયાર સપ્લાય કરવાનો આરોપ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.