મુંબઈ: મુંબઈ સહિત આખા દેશમાં અત્યંત લોકપ્રિય મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયકનું મંદિર પાંચ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા આપવમાં આવેલી માહિતી મુજબ ૧૪થી ૧૮ તારીખની વચ્ચે મંદિરમાં ગણેશજીની મૂર્તિ પર સિંદુરલેપન કરવામાં આવશે અને તેને માટે મંદિર બંધ રાખવામાં આવશે.
મંદિરને બુધવારથી રવિવાર સુધી બંધ કરવામાં આવ્યું હોવા છતાં ભક્તો સિદ્ધિવિનાયકની છબીનાં દર્શન કરી શકશે. ૧૯ તારીખે ગણેશમૂર્તિનું પુજન અને આરતી થયા બાદ બપોરે એક વાગ્યાથી ભાવિકોને પહેલાં મુજબ મંદિરના ગર્ભગૃહમાં જઈને બાપ્પાના દર્શન કરવા મળશે, એમ પણ તેમાં જણાવવામાં આવ્યું છે.
સિદ્ધિવિનાયકનું મંદિર પાંચ દિવસ બંધ
RELATED ARTICLES