Homeફિલ્મી ફંડાઆ ડિસેમ્બરે જ મિંગલ થઈ રહ્યા છે સિદ્ધાર્થ કિયારા?

આ ડિસેમ્બરે જ મિંગલ થઈ રહ્યા છે સિદ્ધાર્થ કિયારા?

બોલીવૂડ એક્ટ્રેસ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાના સંબંધોને લઈને ચર્ચાનું કારણ બની રહ્યા છે. થોડા સમય પહેલા ખબર એવી હતી કે આવતા વર્ષે આ પ્રેમી પંખીડા લગ્ન બંધને બંધાશે. જોકે, હવે આ અંગે નવી અપડેટ સામે આવી છે. બંને આ વર્ષે ડિસેમ્બરે જ લગ્ન કરવા જઈ રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.

લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટી આપશે, જેમાં બોલીવૂડના અનેક સેલેબ્રિટીઝ સામેલ થશે. સિદ્ધાર્થ અને કિયારા હાલમાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. તેઓ પોતાના લગ્નને જાહેર કરવા માગતું નથી. પૂરી તૈયારી થયા બાદ તેઓ સત્તાવાર જાહેરાત કરશે.

કરન જોહરે દિવાળીના દિવસે ઘરે એક પૂજાનું આયોજન કર્યું હતું. આ પૂજામાં બોલિવૂડના ઘણાં સ્ટાર્સ સામેલ થયા હતા. કિઆરા તથા સિદ્ધાર્થ પણ સાથે જ આવ્યા હતા.

પહેલાં ચર્ચા હતી કે સિદ્ધાર્થ તથા કિઆરા આવતા વર્ષે લગ્ન કરવાના હતા. તેઓ એપ્રિલમાં દિલ્હીમાં લગ્ન કરવાના હતા. જોકે, પછી તેમણે નિર્ણય બદલીને ડિસેમ્બરમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નમાં માત્ર પરિવાર ને મિત્રો હાજર રહેશે. કિઆરા તથા સિદ્ધાર્થ પહેલાં કોર્ટ મેરેજ કરશે અને પછી રિસેપ્શન તથા કોકટેલ પાર્ટી આપશે.

‘બિગ બોસ’માં સિદ્ધાર્થ ફિલ્મ ‘થેંક ગોડ’ના પ્રમોશન માટે આવ્યો હતો. સિદ્ધાર્થની સાથે રકુલ પ્રીત સિંહ પણ હતી. આ દરમિયાન સલમાને વાતોવાતોમાં સિદ્ધાર્થના લગ્નની વાત કરી હતી. સલમાને કહ્યું હતું, ‘સિદ્ધાર્થ, શાદી મુબારક.’

 

RELATED ARTICLES

Most Popular