Homeટોપ ન્યૂઝShubmanGill ડબલ સેન્ચુરી મારીને રચ્યો ઈતિહાસઃ આટલા રેકોર્ડ નોંધાવ્યા

ShubmanGill ડબલ સેન્ચુરી મારીને રચ્યો ઈતિહાસઃ આટલા રેકોર્ડ નોંધાવ્યા

હૈદરાબાદઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સૌથી પહેલી આજની વન-ડે મેચનો સુપરસ્ટાર બેટસમેન શુભમન ગીલ રહ્યો હતો, જેમાં ગીલની ધમાકેદાર બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાએ નોંધપાત્ર કહી શકાય એવા 349 રનનો સ્કોર કર્યો હતો. આજના સુપરસ્ટાર ગીલે ડબલ સેન્ચુરી કરીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીને પાછળ મૂકી દીધા છે. પહેલી મેચમાં શરુઆતના બેટસમેન નોંધપાત્ર સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા, પરંતુ એકલા હાથે ગીલે બાજી સંભાળીને ડબલ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ 49મી ઓવરમાં વિકેટ પડી ગઈ હતી. ગીલે ધુંઆધાર બેટિંગ કરતા 19 ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી 149 બોલમાં 208 રન માર્યા હતા. જોકે, એની પૂર્વે ગીલે ત્રણ બોલમાં ત્રણ છગ્ગા માર્યા હતા. બુધવારની મેચમાં ગીલે ત્રીજી સદી કરી છે અને તેની સાથે નવો એક રેકોર્ડ રચ્યો છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે તેને સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને શિખર ધવનને પાછળ મૂકી દીધા છે. વનડે ઈન્ટરનેશનલ કેરિયરમાં ત્રીજી સદી છે. મૂળ પંજાબના ગીલે 19મી વનડેમાં 1000 રન પૂરા કરવાનો પણ રેકોર્ડ કર્યો છે. આ મેચ પૂર્વે પણ 18મી વનડેમાં કુલ 894 રન બનાવ્યા હતા. જોકે, આજની હૈદરાબાદની મેચમાં સૌથી ઝડપી હજાર રન કરવાનો રેકોર્ડ કર્યો છે, જ્યારે અગાઉ સચિન તેંડુલકરે 34 વનડેમાં 1,000 રન કર્યા હતા. ગીલના પહેલા સૌથી ઝડપથી વધારે રન મારવામાં વિરાટ કોહલી અને શિખર ધવનના નામે હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનનો ફખર જમાને નામે 18 વનડેમાં 1,000 રન બનાવવાનો રેકોર્ડ હતો. જોકે, તેના પછી પાકિસ્તાનના ઈમામ ઉલ હક અને ગિલનો નંબર આવે છે. ટીમ ઈન્ડિયાએ પહેલા દાવમાં આઠ વિકેટે 349 રન કર્યા હતા, જેમાં સૌથી વધારે રન ગીલના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular