ઇન્ડિયન ટીમના સ્ટાર પ્લેયર શુભમન ગિલ અત્યારે તેમાં ફોર્મની સાથે સાથે જ તેની લવ લાઈફ માટે પણ અવારનવાર ચર્ચામાં આવતો હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુભમનનું નામ સારા તેંડુલકર અને સારા અલી ખાન એમ બંને સાથે જોડાતું આવ્યું છે. દરમિયાન સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલના ગાઢ સંબંધો ઘણા સમયથી ટોક ઓફ ધ ટાઉન હતા.
જોકે બંનેમાંથી કોઈએ પણ ક્યારેય જાહરેમાં પોતાના સંબંધો વિશે કોઈ ખૂલાસો કર્યો નહોતો. પણ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે એ ફેન્સના દિલ તોડી નાખશે. મળી રહેલા મીડિયા રિપોર્ટના અનુસાર, સારા અને શુભમનના સંબંધોનો અંત આવી ગયો છે અને બંને જણે સોશયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. બંનેએ એકબીજાને ફોલો કરતાં તેમની વચ્ચે ટૂંકા સમયગાળામાં જ બ્રેક અપ થઈ ગયું હોવાની અફવાઓ ફેલાઈ રહી છે.
View this post on Instagram
અત્રે ઉલ્લેખનીય છે કે શુભમન ગિલનું નામ સારા અલી ખાન પહેલાં સચિન તેંડુલકરની પુત્રી સારા સાથે પણ જોડાઈ ચૂકયું છે. એક દાવા અનુસાર શુભમન ગિલે સારા અલી ખાન માટે જ સારા તેંડુલકર સાથે બ્રેકઅપ કર્યું હતું. શુભમન અને સારા અલી ખાન બંને અવારનવાર જાહેરમાં સાથે દેખાતાં હતાં અને એને જ કારણે બંને વચ્ચે કુછ કુછ હોતા હૈ ચાલી રહ્યું હોવાની વાતો ચર્ચાઇ રહી હતી.
પણ હવે બંને જણે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કરીને ચાહકોના મોઢા બંધ કરી દીધા છે. બંને વચ્ચેના આ અણબનાવને કારણે ચાહકો ચોક્કસ જ નિરાશ થઈ ગયા હશે.