શુભમન ગિલે તોડ્યો સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ સ્પોર્ટસ

આશરે ત્રણ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા ભારતીય બેટ્સમેન શુભમન ગિલે પહેલા જ શતકમાં સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સોમવારે ઝિમ્બાબ્વે સામે રમાયેલી વનડે સિરીઝમાં 23 વર્ષના ગિલે 130 રન બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.
ગિલે આ પહેલા વેસ્ટઈન્ડિઝ ટૂરના ત્રીજા વનડેમાં 98 રન બનાવ્યા હતાં, પરંતુ ભારે વરસાદને કારણે તે સેન્ચુરી મારી શક્યો નહોતો.
સચિન તેંડુલકરે 1998માં ઝિમ્બાબ્વે સામે 127 રન બનાવ્યા હતાં, ત્યારબાદ અંબાતી રાયડુએ 124 રન બનાવ્યા હતાં અને હવે ગિલે આ બંને ક્રિકેટરના રેકોક્ડ તોડીને સૌથી વધુ 130 રન બનાવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.