શ્રીકાંત ત્યાગીને ઝટકો! સરેન્ડરની અરજી પર કોર્ટે આપી 10 ઓગસ્ટની તારીખ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પોલીસથી બચીને કોર્ટમાં આત્મસમર્પણ કરવાની પેરવીમાં ફરી રહેલા ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીને મોટો ઝટકો લાગ્યો છે. ત્યાગીએ ગૌતમબુદ્ધ નગરના Court of Chief Judicial Magistrate માં આત્મસમર્પણ માટેની અરજી આપી છે. કોર્ટે આ અરજી પર વિચાર કરીને 10 ઓગસ્ટની તારીખ આપી છે.
નોંધનીય છે કે પોલીસ તેમની શોધ કરી હતી છે ત્યારે તેમની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. મહિલાઓ સાથે ગેરવર્તન કર્યા બાદ ફરાર થયેલા ત્યાગી વિરુદ્ધ સ્થાનિક પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કરેલા અનધિકૃત બાંધકામ પર સ્થાનિક પ્રશાસને બુલ્ડોઝર ફેરવ્યું છે. એટલું જ નહીં તેમના ઘરે જીએસટી વિભાગની ટીમે રેઈડ પણ પાડી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.