દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની આજે 5મી પુણ્યતિથિ છે અને તેમના પતિ બોની કપૂરે આજે સોશિયલ મીડિયા પર શ્રીદેવીની મૃત્યુ પહેલાંની છેલ્લી તસવીર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટોને જોઈને શ્રીદેવીના ફેન્સ ઈમોશનલ થઈ ગયા હતા. આ ફોટામાં શ્રીદેવી પોતાના પરિવાર સાથે પોઝ આપતી જોવા મળે છે. આ ફોટો દુબઈમાં યોજાયેલા લગ્નનો છે જે અટેન્ડ કરવા માટે શ્રીદેવી પરિવાર સાથે દુબઈ ગયા હતા અને ત્યાં જ તેમણે છેલ્લાં શ્વાસ લીધા હતા.
શ્રીદેવી ગ્રીન કલરની સાડીમાં પતિ બોની કપૂર અને પુત્રી ખુશી કપૂર સાથેનો ફોટો જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ એકદમ ભાવુક થઈ ગયા હતા. બોનીએ આ ફોટો શેર કરતા લખ્યું કે લાસ્ટ પિક્ચર.
View this post on Instagram
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ત્રણ-ચાર દિવસ પહેલાં પુત્રી જહાન્વી કપૂરે મમ્મીને યાદ કરતાં ખુબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરી હતી. તેણે શ્રીદેવી સાથે ફોટો શેર કરતા લખ્યું હતું કે મા હું તમને આજે પણ દરેક જગ્યાએ શોધુ છું. હું જ્યારે કઈ પણ કરું છું ત્યારે આશા સાથે કરું છું કે તમને મારા પર ગર્વનો અનુભવ થશે. જ્યાં જઉ છું, અને જે પણ કરુ છું હું હંમેશા તમારા માટે વિચારું છું. મારું બધુ તમારાથી શરૂ થાય છે અને તમારા પર જ પૂરું થાય છે.
સુપરસ્ટાર શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં 54 વર્ષની ઉંમરે થયું હતું. તેમના મૃત્યુ બાદ અનેક કોન્ટ્રોવર્સી થઈ હતી. શ્રીદેવી જાહન્વીની ડેબ્યુ ફિલ્મ ધડક જોવા માંગતી હતી. પરંતુ એ પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. દીકરી જાહન્વીને આ વાતનો અફસોસ આજે પણ છે કે માતા તેની પહેલી ફિલ્મ જોઈ શકી નહીં…