ભુજિયા ડુંગરના ભાતીગળ મેળા સાથે કચ્છમાં શ્રાવણી મેળાનો પ્રારંભ

આપણું ગુજરાત

બે વર્ષ બાદ યોજાયેલા મેળામાં જનમેદની ઉમટી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી જિલ્લા કચ્છ પર વરસેલી મેઘરાજાની અપાર કૃપા બાદ, જયારે જળાશયોમાં નવાં વરસાદી નીર આવ્યાં છે અને ચોતરફ લીલોતરી છવાઈ જવા પામી છે ત્યારે આવા માહોલ વચ્ચે ભુજનું નામ જેના પરથી પડ્યું તે ભુજંદેવના સ્થાનકે ભુજિયા ડુંગર પર આજે નાગપંચમીના દિવસે લોકમેળો યોજાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નાગદેવતાને સમર્પિત હોય તેવો સમગ્ર દેશનો આ બીજો મેળો છે. આવો અન્ય મેળો મહારાષ્ટ્રના નાગપુરમાં દર વર્ષે યોજાય છે. ૨૯૩ વર્ષની રાજ પરંપરા મુજબ ભુજિયા ડુંગર પરના કિલ્લા પર આવેલા ભુજંગદેવ ખેતરપાળ દાદાના મંદિરે કચ્છના રાજપરિવાર દ્વારા પૂજનવિધિ કર્યા બાદ શરૂ થયેલા આ મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
૧૭મી સદીમાં અમદાવાદના શેરબુલંદ ખાને ૫૦,૦૦૦ સૈનિકો સાથે કચ્છ પર આક્રમણ કર્યું હતું અને ભુજિયા ડુંગર પર ધમાસાણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં કચ્છના સૈન્યની મદદે ૯૦૦૦ જેટલા નાગાબાવાઓ પણ લડ્યા હતા.
લાંબા ચાલેલા આ ભયંકર યુદ્ધમાં બરાબર નાગપંચમીના દિવસે આક્રમણખોર શેરબુલંદ ખાનનો પરાજય થયો ત્યારે કચ્છના મહારાવ લાવ-લશ્કર સાથે ભુજિયા ડુંગરની ટોચ પર બિરાજમાન ભુજંગદેવની પૂજા અર્ચના કરી હતી. આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ભુજિયાના મેળાથી કચ્છમાં શ્રાવણી મેળાઓનો આરંભ થાય છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.