શ્રાવણની સરવાણી – મુકેશ પંડ્યા

આપણે આ મહિનામાં કૃષ્ણ જન્મ ઉજવ્યો. જન્મ થાય તેના માતાપિતા હોય. કૃષ્ણને દેવકી અને વસુદેવ માતાપિતા તરીકે મળ્યા. આ જ રીતે ભગવાન શંકરને કોઇ માતાપિતા ખરાં એવો પ્રશ્ર્ન ઘણાને થાય એ સ્વાભાવિક છે. જોકે, શાસ્ત્રોમાં શંકરને અજન્મા ગણાયા છે. અવતારોનો-મનુષ્યોનો આદિ કે અંત હોય છે, જન્મ-મરણ હોય છે પરંતુ શંકરનો આદિ પણ નથી અંત પણ નથી એટલે તેઓ અનાદિ-અનંતા કહેવાયા. ગઇ કાલે આપણે લેખમાં જોયું કે બ્રહ્મા અને વિષ્ણુની ચડસાચડસી વચ્ચે પ્રકાશરૂપ શિવલિંગ ઉત્પન્ન થયું. આ શિવલિંગની ઉત્પત્તિથી ભગવાન સ્વયંભૂ કહેવાયા. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ બન્ને પોતાને મહાન ગણતા હતા, પણ જેનો આદિ કે અંત ન મળે એવા શિવલિંગના પ્રગટવાથી તેમનું અભિમાન પણ ઓગળી ગયું. ભગવાન સ્વયંભૂ છે તેનો મતલબ એ કે તેઓ નિજનું જ સર્જન છે. અંગ્રેજીમાં તેને સેલ્ફ ક્રિયેશન કહેવાય છે. જગતની ઉત્પત્તિ પહેલાં પણ આ તત્ત્વ અવકાશમાં હોય છે અને જગતના વિનાશ બાદ પણ આ જ તત્ત્વ અવકાશમાં રહે છે. આ જ તત્ત્વ દ્વારા સૃષ્ટિનું સર્જન થાય છે અને વિસર્જન થાય છે. ક્રિકેટ મેચની રમતમાં ખેલાડીઓ બેટિંગ વખતે મેદાનમાં ઇન-આઉટ થયા કરે, પણ ક્રિેકેટ ઓર્ગેનાઇઝ કરનારો તો મેદાનમાં ઇન-આઉટ નથી થતો. માત્ર સાક્ષી ભાવે મેચ જોયા કરે છે. બસ આ જ રીતે સૃષ્ટિનાં સર્જન (ઇન) અને વિસર્જન (આઉટ) થયા કરે, પરંતુ શિવ તો ખુદ ઓર્ગેનાઇઝર. એ બહાર રહીને માત્ર સૃષ્ટિની લીલા અને સંહાર બેઉનો આનંદ માણે.
આવા શિવજી અનાદિ-અનંત છે તે પણ સાચું છે. કેટલાક જીવો એવા હોય છે જે મોક્ષ પામે છે. આ જીવો વારંવાર જન્મ મરણ પામતા નથી. આ ચક્કરમાંથી મુક્ત થઇને મુક્તિ પામે છે જેને મોક્ષ કહેવાય છે. અલબત્ત આવી કક્ષા મેળવવા ઘણા જન્મોથી પસાર થવું પડે છે. અંતે એવો સમય પણ આવે છે કે તે આવા ફેરાઓમાંથી પોતાના કર્મોને આધીન થઇને રિટાયર્ડ થાય છે ખરો, અર્થાત્ મોક્ષ પામે છે ખરો. આ રિટાયર્ડ ખેલાડી પછી પેલા ઓર્ગેનાઇઝરની બાજુમાં આવીને મેચનો આનંદ માણે છે. ખેલાડી મટીને સાક્ષી ભાવે મેચ જેવા લાગે છે. ખેલાડીઓ મર્યાદિત રહે છે પણ જોનારાઓની સંખ્યા વધતી જાય છે. બસ મોક્ષ પામેલા આત્માઓ શિવજી સાથે બેસીને સૃષ્ટિની રમત જોયા કરે છે. શિવજીનું કદ વધતું જ રહે છે. અનંત ભણી વિસ્તરતું જ રહે છે. પાપી જીવોને જન્મ-મરણના ફેરા હોય છે, પણ એમાંથી છુટકારો મેળવનાર મોક્ષ પામેલાઓને શિવજીની જેમ જન્મ-મરણ હોતા નથી. જો પૃથ્વી પર પાપ વધી જાય તો આ શિવજી જ દેવકક્ષાએ પહેંચેલા મુમુક્ષોને ન્યાય કરવા અવતાર લેવાની વિનંતી કરે છે. જેમ ક્રિકેટ મેચ દરમ્યાન ઝઘડો થાય કે હિંસા થાય તો રેફરી મેદાનમાં દોડી આવે છે તેમ અવતારો પૃથ્વી પર પાપનો ભાર વધતા અવતારો દોડી આવે છે. કોઇ માતાની કુખે જન્મ લે છે. પાપનો સંહાર કરે છે અને પાછા મેદાન છોડીને એક્ઝિટ પણ કરી જાય છે. જો પૃથ્વી પર કર્મથી બંધાયા ન હોય તો આવા અવતારો પાછા શિવ નામના અનંત અને કલ્યાણકારી તત્ત્વમાં ભળી જાય છે. ખરેખર સ્વંયભૂ શિવની લીલા કૃષ્ણની લીલા કરતાંય મોટી છે. આ લીલાને સમજવામાંય અનેક જન્મો લાગે. ક્રિેકેટની રમતના દૃષ્ટાંત દ્વારા થોડું સમજાય છે કે કોણ મેદાનમાં જન્મમરણના આંટા મારે છે અને કોણ અનંતમાં ભળીને સાક્ષી ભાવે આ મેદાનમાં થતી પ્રવૃત્તિેઓને માણે છે. કોનો અંત છે અને કોણ અનંત છે. ઉ

Google search engine