નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસમાં પોલીસે મંગળવારે 6,629 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. મંગળવારે આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાકેત કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યારે કોર્ટે તેની કસ્ટડી સાતમી ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
આફતાબ પૂનાવાલાએ મેજિસ્ટ્રેટને પૂછ્યું હતું કે શું તેને ચાર્જશીટ મળી શકસે તો તેના જવાબમાં મેજિસ્ટ્રેટ કહ્યું હતું કે હવે સાતમી ફેબ્રુઆરીના મળશે. તે બીજા વકીલને રાખવા માગે છે એવું આફતાબે જણાવ્યું હતું, તેથી અત્યારે જે કેસ લડી રહ્યા છે તે વકીલને ચાર્જશીટની નકલ આપવામાં આવે નહીં. ચાર્જશીટમાં 100થી વધુ સાક્ષી સિવાય ફોરેન્સિક અને ઈલેક્ટ્રોનિક પુરાવાને આધાર બનાવવામાં આવ્યા છે. છતરપુરના જંગલમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા હાડકાના ડીએનએ રિપોર્ટ સામેલ કરવામાં આવ્યા છે. એના સિવાય આફતાબના નાક્રો ટેસ્ટનો રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો છે. હવે સાતમી એપ્રિલના પૂનાવાલાને સાકેટ કોર્ટમાં હાજર કરવામાં આવશે, એવું પોલીસે જણાવ્યું હતું.
જોકે, કોર્ટમાં નાર્કો એનાલિસિસ અને પોલીગ્રાફ ટેસ્ટ રિપોર્ટને પુરાવાની સાથે સ્વીકારવામાં આવતા નથી. પાટગનર દિલ્હી સ્થિત હોસ્પિટલ એમ્સમાં શ્રદ્ધાના બોન્સના એનાલિસિસમાં જાણવા મળ્યું છે કે તેના શરીરને આરીથી કાપવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસે શ્રદ્ધાના 23 હાડકાના પોસ્ટમોર્ટમ એનાલિસિસ કરાવ્યું હતું.
શ્રદ્ધા વાલકર (27)ની આફતાબ પૂનાવાલાએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા હતા અને પાટનગર દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
ત્યાર બાદ સમગ્ર કેસમાં નવા નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત જેલમાં કેદ પૂનાવાલા ક્યારેક પુસ્તકો વાચવાની માગણી કરે છે તો ચેસ રમવાની માગણી કરે છે.
Shraddha Murder Case: આફતાબ પૂનાવાલા સામે 6,629 પાનાની ચાર્જશીટ ફાઈલ
RELATED ARTICLES