નવી દિલ્હીઃ દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં હવે રિપોર્ટમાં મહત્ત્વની માહિતી સામે આવી છે. શ્રદ્ધાના હાડકાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે હાડકાંને કરવતથી કાપવામાં આવ્યા હતા. 18મી મેના શ્રદ્ધા વાલકરની તેના લિવ ઈન પાર્ટનર આફતાબ પુનાવાલા દ્વારા હત્યા કરવામાં આવી હતી. ગળું દબાવીને હત્યા કર્યા બાદ શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા. આ કેસમાં દિલ્હી પોલીસ જાન્યુઆરી મહિનાના અંતમાં ચાર્જશીટ દાખલ કરશે.
શ્રદ્ધાના 23 હાડકાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેનો રિપોર્ટ દિલ્હી પોલીસને આપવામાં આવ્યો છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું કે હાડકાં કરવતથી કાપવામાં આવ્યા હતા. હાડકા પર તેના પર કરવતના નિશાન પણ જોવા મળે છે. શ્રદ્ધા મર્ડર કેસ સામે આવ્યા બાદ દિલ્હી પોલીસ દ્વારા આફતાબ પુનાવાલાની ધરપકડ કરવામાં આવી હતી.. ધરપકડ બાદ પોલીસે તેની પુછપરછ કરી હતી જેમાં તેણે હત્યાની વાત કબૂલી હતી. પરંતુ તે વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો હતો.
શ્રદ્ધા આફતાબ સાથે દિલ્હી શિફ્ટ થવા માંગતી હતી. પરંતુ આફતાબ આ માટે તૈયાર નહોતો. તેમ જ આફતાબ સતત કોઈની સાથે ચેટ કરતો હતો. શ્રધ્ધાને તેના વિશે પૂછતાં જ તે તેનો સારાંશ આપી દેતો હતો. દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને વચ્ચેના ઝઘડાનું આ કારણ હતું.બંને વચ્ચેના ઝઘડા અને અણબનાવનો અંત લાવવા માટે આફતાબ શ્રદ્ધાને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના પ્રવાસે લઈ ગયો હતો.