નવી દિલ્હી-મુંબઈઃ શ્રદ્ધા હત્યા કેસમાં એક સાથે બે વાત પ્રકાશમાં આવી છે, જેમાં એક દિલ્હીના છતરપુરમાં શિફ્ટ થયાના બીજા દિવસે બંને જણે પાર્ટી મનાવી હતી, જ્યારે બીજી વાત શ્રદ્ધાને 2020માં ચહેરા પર ઈજા પહોંચવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દિલ્હીના છતરપુરમાં શિફ્ટ થયા પછી બીજા દિવસે આરોપી આફતાબ અમીન પુનાવાલા અને શ્રદ્ધા વાલકરે બંનેએ પાર્ટી કરી હતી. બંને જણે ઘરમાં મ્યુઝિક વગાડીને જોરદાર ડાન્સ કર્યો હતો. બંને જણને એકસાથે જોનારા રાજેશ નામના પ્લમ્બરે કહ્યું હતું કે બંને શિફટ થયા પછી ઘરમાં પાર્ટી કરી હતી. ઘરમાં જોરથી મ્યુઝિક વગાડ્યું હતું અને એ વખતે ઘરમાં અમુક લોકો પર હાજર રહ્યા હતા. એટલું જ નહીં, ઘર નજીકની દુકાનમાંથી દૂધ અને જરુરી વસ્તુ લેતો નહોતો, પરંતુ બધું બહારથી ઓનલાઈન મંગાવતો હતો.
2020માં શ્રદ્ધાને હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ કરવી પડી હતી…
શ્રદ્ધા મર્ડર કેસમાં શુક્રવારે નવી સ્ફોટક વાત પ્રકાશમાં આવી હતી. શ્રદ્ધાનો એક ફોટો જોવા મળ્યો છે, જેમાં શ્રદ્ધના ચહેરા પર ઈજા પહોંચેલા નિશાન જોવા મળ્યા છે. કહેવાય છે કે આ તસવીર 2020ની છે, જેમાં તેના નાક, ગળા પર ઈજા પહોંચેલી છે. જોકે હજુ સુધી ચોક્કસ પુરવાર થયું નથી કે 2020ની છે. હા, એક વાત સ્પષ્ટ છે કે તેના ચહેરા પરના ઘાથી કહી શકાય કે શ્રદ્ધા સાથે આફતાબનો વ્યવહાર કેટલો ઘાતક હતો.
એટલું જ નહીં, મુંબઈની વસઈ સ્થિત એક હોસ્પિટલના 2020ના મેડિકલ દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે 2020માં શ્રદ્ધાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી તથા તેને ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. સારવાર દરમિયાન ડોક્ટરે કહ્યું હતું કે તેના પરની ઈજાના નિશાન મારપીટના છે. આ મુદ્દે ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે ત્રીજી ડિસેમ્બર, 2020ના શ્રદ્ધાને અમારી હોસ્પિટલમાં ત્રણ દિવસ સારવાર કરવામાં આવી હતી અને સારું થયા પછી તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને ફોલોઓપ માટે બોલાવવામાં આવી હતી, પણ આવી નહોતી.
આ મુદ્દે વધુમાં ડોક્ટરે કહ્યું હતું કે શ્રદ્ધાને આંતરિક ઈજા પહોંચી, જે ફક્ત મારપીટ અથવા પડવાથી પહોંચતી હોય છે. જોકે, તેના શરીરના બહારના ભાગમાં ક્યાંય ઈજા પહોંચી નહોતી.
અમે કરીશું આ તત્વોનો બોઈકોટ
શ્રદ્ધા મર્ડર કેસનો મુંબઈ, દિલ્હી જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં તેના પ્રત્યાઘાત પડ્યા છે, જેમાં સામાજિક સંસ્થાની સાથે રાજકીય પક્ષોએ પણ આફતાબના કૃત્યને વખોડ્યું છે. એનાથી મુંબઈની લોકલ ટ્રેન પણ બાકાત રહી નથી. છેલ્લા બે દિવસથી મુંબઈની લોકલ ટ્રેન તથા મહત્ત્વના રેલવે સ્ટેશને અમુક સંગઠન દ્વારા સમગ્ર કૃત્યને વખોડી નાખવામાં આવ્યું હતું.
દાદર રેલવે સ્ટેશન પર એ યુવતીએ બેનર લઈને ઊભી રહી હતી, જેમાં લખ્યું હતું કે હિન્દુઓ દ્વારા દરગાહ અને મજાર પર ચઢાવવામાં આવેલા દરેક પૈસા, સૂટકેસ અને ફ્રિજ ખરીદવામાં કામ આવી રહ્યા છે….
#BoycottJihadi