Homeઆમચી મુંબઈShraddha Murder Case: શ્રદ્ધા વોકરનું માથું શોધવા પોલીસે મહેરૌલીનું તળાવ ખાલી કરાવશે

Shraddha Murder Case: શ્રદ્ધા વોકરનું માથું શોધવા પોલીસે મહેરૌલીનું તળાવ ખાલી કરાવશે

Shraddha Walker મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં વ્યસ્ત દિલ્હી પોલીસ હવે મહેરૌલીમાં એક તળાવ ખાલી કરાવી રહી છે. અહેવાલો અનુસાર, પોલીસે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી રવિવારે મેહરૌલી તળાવને ખાલી કરવાનું કામ શરૂ કર્યું હતું. પાલિકાના ટેન્કરો દ્વારા પાણી ઉપાડવામાં આવ્યું હતું. તળાવ ઘણું મોટું છે અને આશરે 15-20 ફૂટ ઊંડું હોવાનો અંદાજ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી આફતાબના ઈશારે પોલીસે તળાવ ખાલી કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોએ માહિતી આપી છે કે આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને કહ્યું છે કે તેણે શ્રદ્ધાનું કપાયેલું માથું તળાવમાં ફેંકી દીધું હતું. આ તળાવ પાસેના જંગલમાંથી પોલીસને શરીરના ઘણા અંગો મળી આવ્યા છે. જોકે, તેમની તપાસ હજુ બાકી છે.
રવિવારે સવારથી જ પોલીસે મહેરૌલીના તળાવમાંથી પંપ દ્વારા પાણી કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સાંજે પાણી કાઢવાનું કામ બંધ થઈ ગયું હતું. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પોલીસ તળાવને સંપૂર્ણ ખાલી કરાવશે કે તેના પાણીને અમુક સ્તર સુધી વહી જશે. માનવામાં આવી રહ્યું છે કે પોલીસ મૃતકના માથાને શોધવા માટે ડૂબકીમારોની મદદ પણ લઈ શકે છે. જોકે, પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી તપાસ દરમિયાન પોલીસને મહેરૌલીના જંગલમાંથી કેટલાક હાડકાં મળ્યા છે. આમાં જાંઘનું હાડકું, કાંડા અને કોણીની વચ્ચેનું હાડકું અને ઘૂંટણનું હાડકું સામેલ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હાડકાં પર કેટલાક ધારદાર હથિયારના નિશાન દેખાઈ રહ્યા છે. કેટલાક અહેવાલોમાં પોલીસને અત્યાર સુધીમાં મૃતદેહના 13 ટુકડા મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular