નવી દિલ્હીઃ શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પુનાવાલાએ નાર્કો ટેસ્ટમાં શ્રદ્ધાની હત્યા કરી હોવાની વાત કબૂલી હતી. આફતાબના બે કલાક સુધી ચાલેલા નાર્કો ટેસ્ટમાં તેણે તેની પાર્ટનરની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ગુસ્સામાં આવીને તેને આ પગલું ભર્યું છે. અગાઉ પોલિગ્રાફ ટેસ્ટમાં પણ આફતાબે આ ગુનાની કબૂલાત કરી હતી. આફતાબનો પોલિગ્રાફનો ટેસ્ટ પૂરો કરવામાં આવ્યો છે તથા તેનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂછપરછ દરમિયાન આફતાબે કબૂલ્યું હતું કે શ્રદ્ધાની હત્યા કરવાનો તેને કોઈ અફસોસ નથી.
પોલીસે આફતાબનો મોબાઈલ જપ્ત કર્યો છે અને આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા પછી શ્રદ્ધાનો મોબાઈલ પણ ઓએલએક્સ પર વેચી માર્યો હતો એને પણ પોલીસે જપ્ત કર્યો છે. દિલ્હીના એક યુવકે આ મોબાઈલને ઓએલએક્સ પરથી ખરીદ્યો હતો. આ યુવકને આફતાબે આ મોબાઈલને ફોર્મેટ કરીને આપ્યો હતો ત્યાર બાદ એ યુવકે પણ મોબાઈલને ફરી ફોર્મેટ કર્યો હતો. હાલના તબક્કે પોલીસે મોબાઈલને જપ્ત કરવામાં આવ્યા પછી સીલબંધ કવરમાં રાખવામાં આવ્યો છે. હવે આ મોબાઈલને પણ ફોરેન્સિક રિપોર્ટ માટે મોકલવામાં આવશે. મોબાઈલને બે વખત ફોર્મેટ કરવામાં આવ્યો છે, તેથી ફોનમાંથી ડિલિટ કરવામાં આવેલી વાતોને જાણવાનું મુશ્કેલ રહેશે, એમ પોલીસે જણાવ્યું હતું.
શ્રદ્ધા મર્ડર કેસઃ નાર્કો ટેસ્ટમાં હત્યા કર્યાની આફતાબની કબૂલાત
RELATED ARTICLES