શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાએ પોતાનો ગુનો કબૂલી લીધો છે તેમ છતાં પોલીસ હજુ સુધી શ્રદ્ધાનું માથું અને ધડ શોધી શકી નથી. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે આફતાબે પોલીસને ખોલ્લો પડકાર આપ્યો છે. આફતાબે કહ્યું હતું કે શ્રદ્ધાને મેં જ મારી છે, દમ છે તો તેના શરીરના ટુકડા અને હથિયાર શોધીને બતાવો. આવું આફતાબે એકવાર નહીં અનેક વાર કહ્યું છે. આફતાબની આ ચેલેન્જ સાઉથ દિલ્હી પોલીસના માથાનો દુખાવો બની રહ્યો છે.
પોલીસ શ્રદ્ધાના શરીરના ટુકડા મેળવવા સતત તપાસ કરી રહી છે. શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે તેનો ફોન આશરે એક મહિના સુધી યુઝ કર્યો હતો, જેથી કોઈને શક ન થાય.
દમ છે તો શ્રદ્ધાના ટુકડા અને હથિયાર શોધી બતાવો! આફતાબે પોલીસને આપી ચેલેન્જ
RELATED ARTICLES