દિલ્હીના મહેરૌલીમાં લિવ-ઇન પાર્ટનર શ્રદ્ધા વાલકરનું ગળું દબાવીને તેના શરીરના ટુકડા કરવાના આરોપમાં આફતાબ પૂનાવાલા તિહાર જેલમાં બંધ છે. જેલ અધિકારીના જણાવ્યા અનુસાર આફતાબે તેના પરિવારના સભ્યોને મળવાની ના પાડી દીધી છે. તે જેલના સેલમાં અન્ય કેદીઓ સાથે વાત પણ કરતો નથી.
26 વર્ષીય આફતાબ પૂનાવાલા 26 નવેમ્બરથી તિહાર જેલમાં કેદ છે. આફતાબે હજુ સુધી જેલ પ્રશાસનને પરિવાર કે મિત્રોના નામ આપ્યા નથી, જે તેને જેલમાં મળી શકે. જેલ મેન્યુઅલ મુજબ, દરેક કેદીને જેલના ઇન્ટરવ્યુ રૂમમાં અઠવાડિયામાં બે વાર તેના પરિવારના સભ્યો અથવા મિત્રોને મળવાની છૂટ છે.
આફતાબ પૂનાવાલા શ્રદ્ધા વાલકર હત્યા કેસનો મુખ્ય આરોપી છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે પૂનાવાલા એકલો રહે છે. તેણે તેના સેલમેટ્સને કહ્યું છે કે તે આ અઠવાડિયાના અંતમાં કોઈને મળવાની અપેક્ષા રાખે છે. આફતાબે હજુ સુધી કોઈનું નામ જેલ સુપ્રિટેન્ડેન્ટને સોંપ્યું નથી. આફતાબને અન્ય બે કેદીઓ સાથે સેલમાં રાખવામાં આવ્યો છે. જેલમાં એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે તે પોતાને નુકસાન પહોંચાડે નહીં અથવા અન્ય કોઈ કેદી દ્વારા તેના પર હુમલો ન થાય.
આફતાબ તેના સાથી કેદીઓ સાથે બહુ ઓછી વાત કરે છે. તે તેની કોટડીમાં વાંચવામાં સમય પસાર કરે છે. જેલ સુપ્રિટેન્ડેન્ટે આફતાબને મુલાકાત અને ફોનના ઉપયોગના નિયમો વિશે જાણ કરી હતી, પરંતુ તેણે કોઈને મળવાનો કે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. જેલ અધિકારીઓ પૂનાવાલાના વર્તનથી આશ્ચર્યચકિત છે કારણ કે તે ફોન પર તેના પરિવાર સાથે વાત પણ કરતો નથી. અધિકારીઓના મતે તે ફક્ત પોતાના વકીલ સાથે વાત કરે છે. પૂનાવાલાએ જેલ સત્તાવાળાઓને વિનંતી કરી છે કે તેને માત્ર અંગ્રેજી પુસ્તકો અથવા નવલકથાઓ જ ઉપલબ્ધ કરાવવામાં આવે.
આફતાબ પૂનાવાલાએ 18 મેના રોજ દક્ષિણ દિલ્હીના છતરપુર પહાડીમાં તેના ભાડાના ફ્લેટમાં 27 વર્ષની શ્રદ્ધાની કથિત રીતે હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેણે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને તેને દક્ષિણ દિલ્હીની આસપાસના જંગલોમાં ફેંકી દીધા હતા. આ પહેલા આફતાબે મૃતદેહના ટુકડા ફ્રીજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદેહનો ટુકડો ફેંકવા મેહરૌલીના જંગલમાં જતો હતો.
શ્રદ્ધા મર્ડર કેસ: આફતાબે જેલમાં પરિવારને મળવાની ના પાડી, જેલ અધિકારીઓને કરી આ વિનંતી
RELATED ARTICLES