Homeઆમચી મુંબઈશ્રદ્ધા મર્ડર કેસઃ ઈન્સ્ટાગ્રામ પર ફૂડ બ્લોગિંગ કરતો હતો આફતાબ

શ્રદ્ધા મર્ડર કેસઃ ઈન્સ્ટાગ્રામ પર ફૂડ બ્લોગિંગ કરતો હતો આફતાબ

દિલ્હીમાં લીવ ઈનમાં રહેતા 28 વર્ષના આફતાબે તેની પ્રેમિક શ્રદ્ધાની નિર્મમ હત્યાએ દેશભરના લોકોને સ્તબ્ધ કરી નાંખ્યા છે. આફતાબ આમીન પૂનાવાલાએ લગ્નનું દબાણ આપીને પોતાની ગર્લફ્રેન્ડનું ગળુ દબાવીને હત્યા કરી હતી અને આરી વડે તેના શરીરના 35 ટુકડા કરીને બે મહિલા સુધી એ ટુકડાને એક એક કરીને જંગલમાં ફેંકવા જતો હતો. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ઈન્ટરનેટ યુઝર્સ સોશિયલ મીડિયા પર આરોપી આફતાબની પ્રોફાઈલ સર્ચ કરી રહ્યા છે. હેવાનિયતની હદ પાર કરનારો આફતાબે ઈન્ટાગ્રામ પર પોતાને એક ફૂડ બ્લોગર અને ફેસબુક પર પર્યાવરણવાદી ગણાવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 28,500 ફોલોઅર્સ છે, જેમાં તેણે ઘણી ભારતીય અને ચીની વાનગીઓના ફોટા શેર કર્યા છે. આ એકાઉન્ટ ફેબ્રુઆરી પછી સક્રિય નથી ત્યારે ફેસબુક પર પણ તેણે 2019 પછી કોઈ પોસ્ટ કરી નથી. ફેસબુક પ્રોફાઈલ અનુસાર આફતાબ વસઈના સેંટ ફ્રાન્સિસ હાઈ સ્કૂલનો વિદ્યાર્થી હતો અને તેણે એલ એસ રહેજા કોલેજથી બીએમએસની ડિગ્રી લીધી હતી. આફતાબે તેની ફેસબુક પ્રોફાઈલમાં LGBTQIA+ કમ્યુનિટીનો સમર્થક પણ ગણાવ્યો છે. વર્ષ 2017માં તેણે એક પોસ્ટ શેર કરી હતી, મુંબઈના આરે જંગલને બચાવવા માટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની પિટીશન પર સિગ્નેચર માંગી હતી.

RELATED ARTICLES

Most Popular