ટેલિવિઝન દુનિયાની સૌથી જાણીતી અને ગ્લેમરસ અભિનેત્રી શ્રદ્ધા આર્યાના નામથી તમે સૌકોઈ વાકેફ છો, પરંતુ તાજેતરમાં તેને તમામ લાજશરમ નેવે મૂકીને ટોવેલ પહેરીને કેમેરા સામે આવી ગયા પછી એના બોલ્ડ ફોટોએ સોશિયલ મીડિયા પર તરખાટ મચાવ્યો છે.
ટેલિવિઝનની જાણીતી સિરીયલ ‘કુંડલી ભાગ્ય’માં સંસ્કારી અવતારમાં જોવા મળતી પ્રીતા પર હવે ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસે તાજેતરમાં ઈન્સ્ટ્રાગ્રામ પર પોતાના બોલ્ડ વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રીતા ટોવેલ લપેટીને કેમેરા સામે દોડતી જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર શ્રદ્ધા આર્યા સંસ્કારી વહૂનો અવતાર છોડીને બોલ્ડ નજરે જોવા મળે છે. રિયલ લાઈફમાં એક્ટ્રેસ ગ્લેમરસ લાઈફ જીવી રહી હોવાનું કહેવાય છે. શ્રદ્ધા આર્યાએ રીલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં જણાવે છે કે તેને સવાર સવારમાં કામ પર જવામાં શા માટે મોડું થાય છે?
આ વીડિયોમાં શ્રદ્ધા બોલ્ડ અંદાજમાં તો જોવા મળે છે, જે ખાસ કરીને હુક સ્ટેપ્સ કરતી જોવા મળે છે.
એક સીનમાં પિંક ટોવેલમાં ડાન્સ કરે છે, જ્યારે બીજા સીનમાં બ્લુ પ્રિન્ટેડ ડ્રેસમાં તૈયાર થતી જોવા મળે છે. આ અભિનેત્રી શાહરુખ ખાનના હિટ ગીત પર પરફોર્મ કરીને તેના ચાહકોનું દિલ ખુશ કરે છે. કમેન્ટ બોક્સમાં ફેન્સ એક્ટ્રેસની એક્ટિંગ સ્કીલની તારીફ કરે છે. શ્રદ્ધા આર્યા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે, જેમાં અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટોગ્રાફ અને વીડિયોની રીલ મૂકીને ચાહકોનું દિલ જીતી લે છે.
અગાઉ પણ શ્રદ્ધાના બિકિનીના ફોટોગ્રાફ બહુ વાઈરલ થયા હતા, જ્યારે પતિ રાહુલ નાંગલ સાથે પણ રોમાન્ટિક ફોટોગ્રાફ મૂકવાનું પણ ચૂકતી નથી.