Homeસ્પોર્ટસશું રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને ટી-20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવો જોઈએ?

શું રોહિત શર્માને બદલે હાર્દિક પંડ્યાને ટી-20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવો જોઈએ?

ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2022માંથી ભારત સેમિફાઇનલમાં એડિલેડ ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે 10 વિકેટથી હાર્યા બાદ અત્યંત શરમજનક રીતે બહાર થઈ ગયું. શરમજનક હાર બાદ ચાહકો ઇચ્છે છે કે કેપ્ટન રોહિત શર્માને હટાવી દેવામાં આવે અને હાર્દિક પંડ્યા ટીમની કમાન સંભાળે.
કેપ્ટન તરીકે હાર્દિક શા માટે યોગ્ય પસંદગી છે…
1) રોહિત 35 વર્ષનો છે અને તેની કારકિર્દીના અંતકાળની નજીક છે. જ્યારે હાર્દિક 29 વર્ષનો છે અને તેની સામે લાંબી કારકિર્દી પડી છે. હાર્દિકને કેપ્ટનશઈપ આપવા માટે આ મોટું કારણ છે.
2) ગત વર્ષની આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સના જબરદસ્ત દેખાવની કોઇએ આશા રાખી નહોતી, પણ હાર્દિકના નેતૃત્વએ બધાને દંગ કરી દીધા. હાર્દિકે મેથ્યુ વેડ જેવા ખેલાડી પર ભરોસો મૂક્યો, જેને અન્ય ફ્રેન્ચાઇઝીઓએ અવગણ્યો હતો. તેનું આ ગણતરીપૂર્વકનું જૂગટું સફળ થયું.
3) હાર્દિક એક ઓલરાઉન્ડર હોવાથી બોલર અને બેટર બંનેના દ્દષ્ટિકોણથી વિચારી શકે છે.
આ શરમજનક હાર બાદ BCCIશું પગલા લે છે તેની પર સહુની નજર રહેશે.

RELATED ARTICLES

Most Popular