શોર્ટકટથી કેટલાક નેતાઓનુ ભલુ થઇ શકે છે, દેશનુ નહીં- વારાણસીમાં બોલ્યા વડાપ્રધાન મોદી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીની મુલાકાતે છે. મોદી અહીં અનેક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. પીએમ મોદીએ આજે સૌથી પહેલા એલટી કોલેજમાં અક્ષય પાત્ર મિડ ડે મીલ કિચનનું ઉદ્ઘાટન કર્યું અને કાર્યક્રમને સંબોધિત કર્યો. એ પછી ડો. સંપૂર્ણાનંદ સ્પોર્ટ્સ સ્ટેડિયમ સિગરામાં અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમએ સ્ટેડિયમમાં હાજર લોકોનું સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે 2014માં કાશીમાં બહારથી આવતા લોકો સવાલ કરતા હતા કે અહીં એટલુ બધુ અવ્યવસ્થતિ છે. બધુ કેવી રીતે વ્યવસ્થિત થશે. હવે કાશીની એક તસવીર પૂરા દેશને દેખાડી છે જેમાં વિરાસત પણ છે અને વિકાસ પણ. કાશીની ગલીઓ અને ઘાટોને સ્વચ્છ અને સુવ્યવસ્થિત કરવા તેમ જ ગંગાજીને નિર્મળ બનાવવા પર ઝડપથી કામ થઇ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે કાશીના જાગૃત નાગરિકોએ જે રીતે દેશને દિશા આપવાનું કામ કર્યું છે તેને જોઇને હું આનંદિત છું. કાશીમાં રસ્તા, વીજળી, સ્વાસ્થ્ય વગેરે હજારો કરોડોની યોજનાઓનું કામ પૂર્ણ થઇ ચૂક્યુ છે. અમારો ઉદ્દેશ કાશીને વધુ ગતિશીલ, પ્રતગિશીલ બનાવવાનો છે. કાશી સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે. કાશીના નાગરિકોએ પૂરા દેશને સંદેશ આપી દીધો છે કે શોર્ટકટથી દેશનુ ભલુ ન થઇ શકે. હા, કેટલાક નોતાઓનુ ભલુ થઇ શકે છે. છેલ્લા આઠ વર્ષમાં કાશીનું ઇન્ફ્રાસ્ટ્રકચર કયાથી કયા પહોંચી ગયુ છે. આનો ખેડૂતો, મજૂરો, વેપારીઓ બધાને લાભ થયો છે. વેપાર વધ્યો છે, પર્યટનમાં વિસ્તાર થઇ રહ્યો છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.