Shootout At Manali! પ્રેમી સાથે હોટલના રૂમમાં રોમાન્ટિક થઈ પત્ની, આવેશમાં આવીને પતિએ પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ

દેશ વિદેશ

Manali: હિમાચલ પ્રદેશના રોમાન્ટિક ડેસ્ટિનેશન ગણાતા મનાલીની એક હોટલમાં ગોળીબાર થયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દિલ્હીના એક શખ્સે તેની પત્ની અને પ્રેમીને મનાલીની હોટલના એક રૂમમાં રંગેહાથ પકડ્યા હતાં અને આવેશમાં આવીને તેણે પોતાની પત્ની અને પ્રેમીને ગોળી મારી હતી અને ત્યારબાદ તેણે પોતાને ગોળી મારી દીધી હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર મહિલા ગંભીર રીતે જખમી છે, જ્યારે તેના પ્રેમીનું અને તેના પતિનું મોત થયું છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મહિલા દિલ્હીની રહેવાસી છે અને મનાલીમાં તે હોટેલ ચલાવતી હતી. તે તેના પતિ સાથે દિલ્હી રહેતી હતી. શુક્રવારે મહિલાનો પતિ જ્યારે મનાલી પહોંચ્યો ત્યારે તેણે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે બેડ પર જોઈ હતી અને આવેશમાં આવીને તેણે બંનેને ગોળી માર્યા બાદ પોતાને ગોળી મારી હતી. મહિલાને હાથમાં ગોળી વાગી હોવાથી તેનો જીવ બચી ગયો છે અને નજીકની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.