શૂટિંગ વર્લ્ડકપ :ઐશ્ર્વર્ય તોમરને સુવર્ણચંદ્રક

દેશ વિદેશ

દક્ષિણ કોરિયાના ચાન્ગવૉન ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઈએસએસએફ) વર્લ્ડકપ ૨૦૨૨માં ભારતીય શૂટર ઐશ્ર્વર્ય પ્રતાપસિંહ તોમરે પુરુષોની ૫૦ મીટરની રાઈફલ થ્રી પૉઝિશન (થ્રીપી) સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૨૧ વર્ષના તોમરે વર્ષ ૨૦૧૮ના યુથ ઑલિમ્પિક્સના ચૅમ્પિયન હંગેરીના ઝાલન પેકલારને ૧૬-૧૨થી પરાજય આપી ટોચનું સ્થાન મેળવ્યું હતું. મધ્ય પ્રદેશના શૂટર તોમરે મેળવેલો સુવર્ણચંદ્રક હાલ ચાલી રહેલી ટુર્નામેન્ટમાં ભારતનો ચોથો સુવર્ણચંદ્રક હતો. ચાર સુવર્ણ, ચાર રજત અને એક કાંસ્યચંદ્રક સાથે ભારતે કુલ નવ મેડલ મેળવ્યા છે અને ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ મેળવનાર દેશોની યાદીમાં તે ટોચના ક્રમે છે. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.