આફ્રિકાના ઝામ્બિયામાં બે ગુજરાતી ભાઈઓ પર ગોળીબાર, એકનું મોત એક ઘાયલ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

આફ્રિકાના ઝામ્બિયા(Zambia)માં રહેતા મૂળ ગુજરાતના બે સાગા ભાઈઓ પર ફાયરિંગની ઘટના બની છે. ગોળીબારમાં(gun fire) એક ભાઈનું મોત નિપજ્યું છે જયારે બીજાના હાથમાં ગોળી વાગતા ઈજા પહોંચી છે. લૂંટના ઇરાદે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બંને ભાઈઓ ભરૂચના(Bharuch) ટંકારીયા ગામના વતની હોવા હોવાનું જાણવા મળ્યું છે. ખબર મળતા ટંકારિયામાં રહેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
ભરૂચ જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો રોજગારી માટે આફ્રિકાના દેશોમાં વસ્યા છે. ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગાર મેળવવા આફ્રિકાના ઝામ્બીયા દેશમાં જઈને વસ્યા હતા. બંને ભાઈઓએ ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉન એક ગ્રોસરી શોપ ચાલુ કરી હતી. ગત રાત્રે બે ભાઈઓ ઘરે સુતા હતા, ત્યારે નીગ્રો લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા આવ્યા હતા. રાત્રે 3થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ ગોળીઓ ચલાવી હતી જેથી તે ત્યાંજ ઢળી પડ્યો હતો. અવાજ સંભાળતા અજમદ ભાઈની મદદે આવી પહોંચ્યો હતો લુંટારુઓ એ તેના પર પણ ગોળીઓ ચલાવી હતી જેથી તેના હાથના ભાગે ઈજા પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતા આજુબાજુના વિસ્તારમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા. મૃતક ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. ઘટનાને પગલે કરકરિયા પરિવાર શોકમગ્ન બન્યું છે.
મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનો રોજગારી માટે આફ્રિકાના દેશોમાં સ્થાયી થયા છે. તેમના પરિવારો પણ સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઇ ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.