કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના: અંબાજી જતા સંઘ પર ઈનોવા કાર ફરી વળી, 7ના મોત, 9 ગંભીર રીતે ઘાયલ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Aravalli: ભાદરવી પૂનમે(Bhadaravi poonam) માં અંબાના દર્શન કરવા પદયાત્રીઓના સંઘ અંબાજી(Ambaji) તરફ જઈ રહ્યા છે ત્યારે આજે સવારે અરવલ્લી જીલ્લાના કૃષ્ણાપુર પાસે કાળજું કંપાવી દે તેવો અકસ્માત(Accident) સર્જાયો છે. બેદરકાર ઇનોવા કારચાલકે પદયાત્રીઓના એક સંઘને અડફેટે લેતા 7 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 9 ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોની હિમ્મતનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. તમામ પદયાત્રી પંચમહાલના કાલોલ પાસે કલાલીના રહેવાસી છે. તમામ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્તો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે.
મળતી માહિતી મુજબ ઈનોવા કારનો ડ્રાઈવર ગઈકાલે પુણેથી નીકળ્યો હતો. સતત 20 કલાકથી ડ્રાઈવિંગ કરી રહેલ ડ્રાઈવર આજે સવરે 7 વાગ્યે અરવલ્લીના કૃષ્ણાપુર પાસે પહોંચ્યો ત્યારે કોઈ કારણસર વાહન પરથી કાબુ ગુમાવતા કાર પદયાત્રીઓ પર ચડી ગઈ હતી ત્યાર બાદ ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ હતી. ટોલ બુથના પિલ્લર સાથે કાર અથડાઈ ના હોત તો મૃત્યુઆંક હજુ વધ્યો હોત.

અકસ્માત સર્જનાર ઈનોવા કાર

આ ઘટના અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલા અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનારા યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

“>

તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલના કલાલીના વતની હતા. શ્રદ્ધાળુઓનો સંઘ અંબાજી જવા નીકળ્યો હતો. આ સંઘમાં 150 લોકો સામેલ હતા. પરંતુ સંઘ માં અંબાના દ્વાર સુધી પહોંચે તે પહેલા જ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મૃતકોના પરિવારજનોનું આક્રંદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.