પાણી પીવું એ આરોગ્ય માટે ખૂબ જ મહત્વનું છે. ઓફિસમાં હોઈએ કે કશે બહાર જતાં હોઈએ આપણે પાણીની બોટલ હંમેશા સાથે રાખીએ છીએ. જો કોઈ કારણસર બોટલનું પાણી ખતમ થઈ જાય તો આપણે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર સીધું દુકાનમાં જઈને સીલ પેક મિનરલ વોટરની બોટલ ખરીદી લઈએ છીએ, બરાબર ને? પણ હવે તમને કોઈ કહે કે આવું પાણી તમારા આરોગ્ય માટે જોખમી છે તો તમારા માનવામાં આવે ખરું…પણ બોસ આ હકીકત છે અને હાલમાં જ રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાને કારણે બોટલમાં રહેલું પાણી ગરમ થાય છે અને પ્લાસ્ટિકની બોટલમાં રહેલાં માઈક્રોપ્લાસ્ટિક્સ પાણીમાં મિક્સ થઈ જાય છે. જા પાણીના માધ્યમથી આપણા શરીરમાં પહોંચે છે અને હોર્મોન લેવલને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં આવું પાણી પીવાથી પ્રજનન ક્ષમતા પર પણ અસર જોવા મળે છે. બાટલીબંધ પાણી પીવાથી પુરુષોમાં નંપુસક્તા કે મહિઓલમાં વંધ્યત્વની સમસ્યા જોવા મળે છે. દિવસે દિવસે જાહેર જગ્યાઓ પર પાણીની પરબ કે પ્યાઉની અછત જોવા મળે છે અને તેને કારણે લોકો સીલ પેક બોટલનું પાણી ખરીદે છે. આટલું ઓછું હોય તેમ હવે સામાજિક સમારંભો અને પ્રસંગોમાં પણ આ જ પાણી પીરસવામાં આવે છે, જે ખૂબ જ જોખમી છે.
…આવું પાણી પીવાથી પુરુષોમાં આવે નંપુસક્તા!
RELATED ARTICLES