જમ્મુ કાશ્મીરઃ શિવસેના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા છે અને તે રાહુલ ગાંધીના નેતૃત્ત્વ હેઠળની ભારત જોડો યાત્રામાં રાઉત ભાગ લેશે. દરમિયાન રાઉતે ભાજપ પર ટીકાસ્ત્રનો મારો ચલાવન્યો હતો.
Jammu tour:
19/01/2023
arrival at Jammu Airport at 13:10.
Transit to protest site of Kashmiri Pandits at 13:40
20/01/2023
Joining Bharat Jodo Yatra with Rahul Gandhi ji
Meeting with POJK and Sikh delegation in evening.
21/01/2023
Meet the press by 11:30am at Jammu— Sanjay Raut (@rautsanjay61) January 18, 2023
રાઉતે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું હતું કે 2014માં સૌથી મોટો મુદ્દો કાશ્મીરનો હતો અને આ મુદ્દા પર લોકોએ મતદાન કર્યું હતું. એ સમયે મોદીએ પાકિસ્તાનમાં રહેલું કાશ્મીર ભારતમાં લાવવાનો પ્રચાર કર્યો હતો. મોદીએ એ બધું પછી જોવું પણ પહેલાં કાશ્મીરી પંડિતોના જીવ બચાવવાની દિશામાં કામ કરવું દોઈએ. આ નાની વાત જો મોદી સરકાર પૂરી ના કરી શકતી અને પીઓકેની વાત કરો છો. બાળાસાહેબ ઠાકરે જ એવા પહેલાં નેતા હતા કે જેમણે કાશ્મીરી પંડિતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
થોડાક સમય પહેલાં શિંદે જુથના નેતાઓએ સંજય રાઉતે પાકિસ્તાન જતાં રહેવું જોઈએ એવી કમેન્ટ કરી હતી. આ કમેન્ટનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું હતું કે પાકિસ્તાન તો તમારે જવું જોઈતું હતું. તમે અખંડ ભારત અને પીઓકેની વાતો કરી હતી. જો તમને ના ફાવતું હોય તો અમે જઈને લઈ આવીશું. અમારી સરકાર આવશે તો અમે આ કરી દેખાડીશું, પાકિસ્તાનને તાબામાં લેવા માટે અમારે જવું પડશે.
ભાજપ હંમેશા જ કાશ્મીરી પંડિતોના મુદ્દા પર રાજકારણ કરે છે, પણ હકીકતમાં આ રાજકારણનો મુદ્દો નથી. નરેન્દ્ર મોદીએ પહેલાં કાશ્મીની નાગરિકોની સમસ્યા ઉકેલવી જોઈએ રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જમ્મુ કાશ્મીર આવે એવો પડકાર પણ ફેંક્યો હતો.