Homeઆમચી મુંબઈહવે દેશની આ સમસ્યાની ચિંતા સતાવી રહી છે સંજય રાઉતને

હવે દેશની આ સમસ્યાની ચિંતા સતાવી રહી છે સંજય રાઉતને

હાલમાં ન્યાયવ્યવસ્થાને ખિસ્સામાં નાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, પરંતુ આજે પણ દેશમાં અનેક એવા ન્યાયાધિશ છે કે જે સરકારના દબાણ હેઠળ નથી આવતા, પણ તેમને ધમકી આપવામાં આવી રહી હોવાનું સ્ફોટક નિવેદન શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા કરવામાં આવ્યો છે. દેશની ન્યાયવ્યવસ્થા સ્વતંત્ર ન રહે એ, સત્તાધિશોની ગુલામ બનીને રહે એ માટે ધમકી આપવામાં આવી રહી છે. કાયદા પ્રધાન કિરણ રિજીજુ ન્યાયાલય પર દબાણ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
પાંચમી માર્ચના ખેડમાં ઉદ્ધવ ઠાકરેની જે સભા યોજાઈ હતી તેમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. કોંકણની જનતા ઉદ્ધવ ઠાકરેની સાથે હોવાનું નિવેદન પણ રાઉતે કર્યું હતું. હવે કોઈ પણ પણ સભા લેશે તો પણ કોઈ ફરક પડવાનો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સીએમ એકનાથ શિંદે ખેડમાં છે અને તેમની સભા બાબતે જ્યારે રાઉતને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાઉતે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
રાહુલ ગાંધી બાબતે વાત કરતાં રાઉતે જણાવ્યું હતું કે ન્યાય વ્યવસ્થાને ધમકી આપનાર સરકારને જ તાનાશાહી સરકાર કહેવાય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ તાનાશાહીની વિરુદ્ધ લંડનમાં અવાજ ઉઠાવ્યો હતો, એટલે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાની હિલચાલ કરાઈરહી છે. સંસદમાં જે કામ ચાલી રહ્યું છે એ બાબતે પણ રાહુલે સવાલ ઉપસ્થિત કર્યા છે. વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. લોકશાહીને બચાવવા માટે અવાજ ઉઠાવનાર રાહુલે કેમ માફી માગવી જોઈએ એવો સવાલ પણ રાઉતે ઉપસ્થિત કર્યો હતો.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આજે સાંજે છ વાગ્યા ખેડમાં જાહેરસભા ભરવાના છે. પૂર્વ પ્રધાન રામદાસ કદમે આ સભાનું આયોજન કર્યું છે. હવે ખેડમાં શિંદે ઠાકરે દ્વારા કરવામાં આવેલા વાકપ્રહારોનો કેવો અને કેટલો જવાબ આપે છે એ તરફ લોકોનું ધ્યાન છે. જે મેદાનમાં ઠાકરેએ જાહેર સભા કરી હતી એ જ મેદાનમાં આજે સીએમ શિંદે જાહેર સભાને સંબોધવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular