મુંબઈઃ કોંકણમાં પત્રકાર શશિકાંત વારિસેની હત્યાને પહલે રાજ્યમાં પહેલાંથી જ ખળભળાટ મચી ગયો છે અને હવે હત્યાકાંડ પ્રકરણે અવાજ ઉઠાવવાને કારણે ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને ધમકી ભર્યા ફોન આવી રહ્યા છે. તમારી હાલત પણ શશિકાંત વારિસે જેવી કરીશું એવી ધમકી આપતો ફોન સંજય રાઉતને આવ્યો હતો.
બીજી બાજું રાઉતે વારિસેની હત્યા આર્થિક ગેરવ્યવહારને કારણે કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં આ આક્ષેપ કર્યો હતો. રાઉતે જણાવ્યું હતું કે મને ફોન આવી રહ્યા છે અને એને જ કારણે મેં આ વિષયની ચર્ચા જાહેરમાં કરવાનું નક્કી કર્યું છે. શશિકાંત વારિસે પ્રકરણમનાં માથું મારશો નહીં, નહીતર તમારી હાલત પણ શશિકાંત વારિસે જેવી જ થશે. પણ હું કોંકણમાં જઈશ, વારિસેના પરિવારને સાંત્વના આપીશ અને તેમને ન્યાય અપાવવા માટે હું લડીશ.
આ સંદર્ભે અમારા પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે પણ મારી ચર્ચા થઈ છે અને તેમણે પણ મને કોંકણ જવાની પરવાનગી આપી છે. હું પણ પત્રકાર છું, તંત્રી છું. રાજ્યમાં તંત્રી અને પત્રકારની હત્યા થાય તે યોગ્ય નથી, એવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શશિકાંત વારિતે પત્રકાર હતા અને તે રિફાઈનરીનો વિરોધ કરી રહ્યા હતા, એ વિશે લખી રહ્યા હતા. રિફાઈનરીને કારણે થનારું નુકસાન તેઓ લોકોને સમજાવી રહ્યા હતા. એટલું જ નહીં પણ રિફાઈનરી આવવાની હોવાથી જે જે પરપ્રાંતિયોએ જમીન ખરીદી કરી એની માહિતી પણ બહાર લાવી રહ્યા હતા. આ બધા કારણોસર જ તેમની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ રાઉત દ્વારા કરવામાં આવી રહ્યો છે.
રિફાઈનરી આવવાની છે એ ભાગમાં કોડીઓને ભાવે કોણે જમીનો ખરીદી એ બધાના નામની યાદી જાહેર કરીશું અને શશિકાંત વારિસેનું બલિદાન વ્યર્થ નહીં જવા જઈએ. અમે શશિકાંત વારિસેને ન્યાય અપાવીશું એવું પણ રાઉતે વધુમાં ઉમેર્યું હતું.
…તો તમારી હાલત પણ શશિકાંત વારિસે જેવી કરીશુંઃ રાજકારણીને આવ્યો ધમકી ભર્યો ફોન
RELATED ARTICLES