લદ્દાખથી ફ્રાંસ સુધી રાફેલ ઉડાવ્યું
ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારતીય વાયુસેનાની એકમાત્ર અને પ્રથમ મહિલા પાયલટ શિવાંગી સિંહે લદ્દાખમાં રાફેલ ફાઈટર એરક્રાફ્ટ ઉડાવ્યું છે.
આ એક ગર્વ લેવા જેવી સિદ્ધિ છે. શિવાંગી સિંહ ભારતીય વાયુસેનાની પ્રથમ અને એકમાત્ર મહિલા પાયલટ છે. તેણે ફ્રાન્સમાં ચાલી રહેલી ફ્રેન્ચ કવાયત ઓરિયનમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
લદ્દાખમાં રાફેલ ફાઈટર એરક્રાફ્ટ ઉડાવવાના પોતાના અનુભવ વિશે શિવાંગીએ મીડિયાએજન્સી સાથે વાત કરી હતી. શિવાંગીએ જણાવ્યું હતું કે વિમાને અપેક્ષા મુજબનું પ્રદર્શન કર્યું હતું અને તેને આપવામાં આવેલા તમામ મિશન તેણે પૂર્ણ કર્યા હતા.
ફ્રાન્સમાં આયોજિત પ્રેક્ટિસમાં અન્ય દેશોની મહિલા પાઇલટ્સ સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળી હતી અને તે તેના માટે શીખવાની મોટી તક હતી. અમને ઘણું શીખવા મળ્યું હતું.
શિવાંગી સિંહ ભારતીય વાયુસેનાની પ્રથમ અને એકમાત્ર મહિલા પાઈલટ છે જેણે રાફેલ ફાઈટર એરક્રાફ્ટ ઉડાવ્યું છે. 2017 ની મહિલા ફાઇટર પાઇલટ્સની બીજી બેચમાં સામેલ, લેફ્ટનન્ટ શિવાંગી સિંહ રાફેલ સ્ક્વોડ્રનમાં એકમાત્ર મહિલા પાઇલટ છે.
રાફેલ પાસે બે સ્ક્વોડ્રન છે, જેમાંથી એક હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હાશિમારા એરબેઝમાં તૈનાત છે. શિવાંગી ઉત્તર પ્રદેશના વારાણસીની છે. તેના પરિવારમાં માતા-પિતા, બે ભાઈ અને એક બહેન છે.