સોમનાથમાં શ્રાવણના પહેલા સોમવારે શિવભક્તો ઊમટ્યા

દેશ વિદેશ

 

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બાર જ્યોતિર્લિંગમાંથી એક એવા સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. મંદિર બહાર કતારબદ્ધ લાઈનમાં રહેલા શિવ ભક્તોના હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બની ગયું હતું.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખૂલતા ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના નાદ કરતા શિવભક્તોનું માનવ મહેરામણ ઊમટી પડ્યું હતું. તેમ જ દેશ-વિદેશમાંથી આવેલા શિવ ભક્તોએ મહાદેવની આરતી અને દર્શનની એક ઝલક માટે કતારબદ્ધ લાઈનમાં ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના જાપ કરતા નજરે પડતા હતા. વહેલી સવારે સાત વાગ્યે સોમનાથ મહાદેવને અલૌકિક શણગાર કર્યા બાદ મહાપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે નવ વાગ્યે સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નિકળી હતી. જેમાં સ્વયં મહાદેવ પાલખીયાત્રા સ્વરૂપે મંદિર પરિસરમાં નગરચર્યાએ નિકળ્યા હતા. ત્યારે પાલખીયાત્રામાં જોડાઈને મહાદેવના દર્શન કરી ભાવિકો ભાવવિભોર બની ગયા હતા. બપોરે ૧૧.૩૦થી મહાદેવને મધ્યાહન મહાપૂજન અને આરતી કરવામાં આવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉમટનાર ભીડને ધ્યાને લઇ જિલ્લા પોલીસવડા દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિર ખાતે ડીવાયએસપીના નેતૃત્ત્વમાં પોલીસકર્મીઓ અને સ્ટાફ ભાવિકોનું બે સ્તરીય ચેકીંગ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામા આવ્યો હતો. તો મંદિર ખાતે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ તથા એસઆરપીની ટીમ, એલસીબી, એસઓજીની ટીમ સુરક્ષા માટે ખડેપગે તૈનાત કરવામાં આવી હતી. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.